બુધના કુંભ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – માર્ચ ૨૦૨૧
Pixabay માર્ચ ૧૧, ૨૦૨૧ના બપોરે ૧૨.૩૧ કલાકે બુધ મહારાજે મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. અહીં બુધ એપ્રિલ ૧, ૨૦૨૧ સુધીના ટૂંકા ગાળા માટે ભ્રમણ કરશે. કુંભ રાશિ બુધને મિત્ર ગણતાં શનિ મહારાજની રાશિ છે. આથી આ રાશિમાં બુધ સહજતાનો અનુભવ કરે છે. કુંભ રાશિ અગાઉ મકર રાશિમાં બુધનું ભ્રમણ પણ શનિ મહારાજની રાશિમાં હતું. પરંતુ મકર રાશિમાં બુધ પર ગુરુ-શનિની પકડ તેમજ રાહુની દ્રષ્ટિ પડી રહી હતી. આ ઉપરાંત મકર રાશિમાં છ ગ્રહોના જમાવડાંનો હિસ્સો બનેલાં અને વક્રી ભ્રમણમાં રહેલાં બુધ મહારાજ હવે કુંભ રાશિમાં કંઈક અંશે સ્વતંત્રતા અને મોકળાશનો અનુભવ કરી શકશે. આ ભ્રમણને લીધે વિચારો અને કમ્યુનિકેશનમાં સ્પષ્ટતાનો અનુભવ કરી શકાય. કુંભ રાશિમાં પ્રવેશ સાથે જ બુધનો પોતાના ‘બેસ્ટ ફ્રેન્ડ’ શુક્ર સાથે મેળાપ થયો છે, જે અગાઉથી કુંભ રાશિમાં ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ચ ૧૭, ૨૦૨૧ના શુક્રના મીન રાશિ પ્રવેશ સાથે બુધની શુક્ર સાથેની ‘મિત્ર ગોષ્ઠિ’ સમાપ્ત થશે! શુક્ર ઉપરાંત હાલ સૂર્ય મહારાજ પણ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. બુધના કુંભ રાશિ પ્રવેશ સાથે માર્ચ ૧૪, ૨૦૨૧ સુધી બુધાદિત્ય યોગની રચના થઈ રહી છે. ત્યારબાદ સૂર્ય મહારાજ