રામચરિત માનસની ચોપાઈથી મનોકામના પૂર્તિ
‘ રામ ’ શબ્દ એ એક ચમત્કારી મંત્ર છે. સામાન્ય રીતે લોકો મળે ત્યારે એકબીજાને ‘ રામ રામ ’ કે ‘ જય શ્રી રામ ’ કહે છે. સાહજિક રીતે બોલાતાં આ ‘ રામ ’ શબ્દ કે મંત્રમાં આધ્યાત્મિક પ્રગતિ કરાવવાની તાકાત છૂપાયેલી છે. દરરોજ રામ નામનો જપ કરવાથી દરેક પ્રકારની મૂશ્કેલીઓ દૂર થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. તુલસીદાસજી રચિત રામચરિત માનસ એક અદભૂત ગ્રંથ છે. તુલસીદાસજી મંત્ર રચયિતા હતા અને રામચરિત માનસની દરેક ચોપાઈ મંત્રની જેમ સિદ્ધ છે. આ ચોપાઈઓના નિયમિત અને નિષ્ઠાપૂર્વક જાપ કરવાથી ઈચ્છિત હેતુની પ્રાપ્તિ થાય છે. નીચે કેટલીક ચોપાઈઓ આપેલ છે જેના પઠનથી જે-તે હેતુની પ્રાપ્તિ થઈ શકે છે. રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ હેતુ: साधक नाम जपहिं लय लाएं । होहि सिद्धि अनिमादिक पाएं ।। ધન સંપતિ પ્રાપ્તિ હેતુ: जे सकाम नर सुनहिं जे गावहिं । सुख सम्पत्ति नानाविधि पावहिं લક્ષ્મીની પ્રાપ્તિ હેતુ: जिमि सरिता सागर मंहु जाही । यद्यपि ताहि कामना नाहीं ।। तिमि सुख संपत्ति बिनहि बोलाएं । धर्मशील पहिं जहि ...