નવરાત્રિની સમાપ્તિ - શ્રી રામની સ્તુતિનો અવસર


આજથી શરૂ થયેલ ચૈત્ર નવરાત્રિ” ચૈત્ર શુક્લ પ્રતિપદાથી લઈને રામનવમી સુધી નવ દિવસ મનાવવામાં આવે છે. ગરમીના દિવસોમાં વસંત ઋતુમાં આવનારી આ નવરાત્રિ “વાસંતેય નવરાત્રિ” તરીકે ઓળખાય છે. ઠંડીના દિવસોમાં આશ્વિન માસના શુક્લ પ્રતિપ્રદાથી આરંભ થઈને નવ દિવસો સુધી મનાવવામાં આવતી નવરાત્રિ “શારદેય નવરાત્રિ” તરીકે ઓળખાય છે. આ નવરાત્રિની નવમીના બીજા દિવસે દશેરાનું પર્વ ઉજવવામાં આવે છે. “વાસંતેય નવરાત્રિ”ના અંતે ભગવાન શ્રીરામનો જન્મ અને “શારદેય નવરાત્રિ”ના અંતે ભગવાન શ્રીરામના હસ્તે રાવણનો વધ. આમ આ બંને નવરાત્રિના અંતે મા જગદંબા આપણને ભગવાન શ્રીરામની સ્તુતિ કરવાનો શુભ અવસર પ્રદાન કરે છે !!

આ સાથે જ આજથી શાલિવાહન શક 1940 વિલંબીનામ સંવત્સરનો પ્રારંભ થાય છે. મરાઠી વિક્રમ સંવત 2075નો પણ આજથી આરંભ થાય છે. ગુજરાત-કાઠિયાવાડમાં વિક્રમ સંવતનો આરંભ કાર્તિક માસથી માનવામાં આવે છે. 

નવરાત્રિ, નવવર્ષ, ગુડી પડવા, ચેટીચાંદની સૌને હાર્દિક શુભકામનાઓ !!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા