વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરની રચના
ઘરની સૌથી પવિત્ર જગ્યા એટલે પૂજાઘર. પ્રત્યેક સવારે ઈશ્વરની પૂજા-આરાધના કરતા સમયે મન અને આત્માને સકારાત્મક આંદોલનોની અનુભૂતિ થાય તે માટે પૂજાઘર ઉર્જામય હોવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરને કઈ રીતે ઉર્જામય બનાવી શકાય તે જોઈએ. * ઇશાન કોણ(પૂર્વ-ઉત્તર) એ પૂજાઘર માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આ સિવાય પૂર્વ અથવા ઉત્તર દિશામાં પૂજાઘર બનાવી શકાય. * વિશાળ જગ્યા જેવી કે ફેક્ટરી, સોસાઈટી કે મોટી વસાહત માટે ભૂમિના મધ્ય ભાગમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં પૂજાઘર બનાવી શકાય. * જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો પૂજાઘર ઉપરના માળે ન બનાવતા ભોંયતળિયે(Ground floor) જ બનાવવું જોઈએ. ઘરની નીચે ભોંયરામાં(Basement) ક્યારેય પૂજાઘર ન બનાવી શકાય. * સીડીની નીચે પૂજાઘર ન બનાવવું જોઈએ. * પૂજાઘરની છત નીચી હોવી શુભ ગણાય છે. છત નીચી કરવા માટે કૃત્રિમ છત પણ બનાવી શકાય. * પૂજાઘરને વધુ ઉર્જામય બનાવવા માટે છતને પિરામીડનો આકાર પણ આપી શકાય. * પૂજાઘરનું પ્રવેશદ્વાર અને બારીઓ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવા જોઈએ. પ્રવેશદ્વાર બે પલ્લા(shutter) ધરાવતું હોવું જોઈએ. પૂજાઘરને ઉંબરો હોવો પણ શુભ ગણાય છે. * જો ઘરમાં અલગ પૂજ...