વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરની રચના

ઘરની સૌથી પવિત્ર જગ્યા એટલે પૂજાઘર. પ્રત્યેક સવારે ઈશ્વરની પૂજા-આરાધના કરતા સમયે મન અને આત્માને સકારાત્મક આંદોલનોની અનુભૂતિ થાય તે માટે પૂજાઘર ઉર્જામય હોવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરને કઈ રીતે ઉર્જામય બનાવી શકાય તે જોઈએ.

* ઇશાન કોણ(પૂર્વ-ઉત્તર) એ પૂજાઘર માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આ સિવાય પૂર્વ અથવા ઉત્તર દિશામાં પૂજાઘર બનાવી શકાય.

* વિશાળ જગ્યા જેવી કે ફેક્ટરી, સોસાઈટી કે મોટી વસાહત માટે ભૂમિના મધ્ય ભાગમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં પૂજાઘર બનાવી શકાય.

* જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો પૂજાઘર ઉપરના માળે ન બનાવતા ભોંયતળિયે(Ground floor) જ બનાવવું જોઈએ. ઘરની નીચે ભોંયરામાં(Basement) ક્યારેય પૂજાઘર ન બનાવી શકાય.

* સીડીની નીચે પૂજાઘર ન બનાવવું જોઈએ.

* પૂજાઘરની છત નીચી હોવી શુભ ગણાય છે. છત નીચી કરવા માટે કૃત્રિમ છત પણ બનાવી શકાય.

* પૂજાઘરને વધુ ઉર્જામય બનાવવા માટે છતને પિરામીડનો આકાર પણ આપી શકાય.

* પૂજાઘરનું પ્રવેશદ્વાર અને બારીઓ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવા જોઈએ. પ્રવેશદ્વાર બે પલ્લા(shutter) ધરાવતું હોવું જોઈએ. પૂજાઘરને ઉંબરો હોવો પણ શુભ ગણાય છે.

* જો ઘરમાં અલગ પૂજાઘર બનાવવા માટેની જગ્યાનો અભાવ હોય તો રસોઈઘરના ઇશાન કોણમાં મંદિર રાખી શકાય. શયનકક્ષમાં મંદિર રાખવાનું ટાળવું જોઈએ.

* પૂજાઘરમાં ઈશ્વરની પ્રતિમા ઇશાન કોણમાં અથવા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ.

* ઈશ્વરની પ્રતિમા એ રીતે રાખવી જોઈએ કે પૂજા કરતી વખતે પૂજા કરનારનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે.

* ઈશ્વરની પ્રતિમાનું મુખ ઉત્તર દિશા તરફ રહે તે રીતે ક્યારેય ન રાખવી જોઈએ. કારણકે એ રીતે રાખવાથી પૂજા કરનારનું મુખ દક્ષિણ દિશા તરફ રહેશે. જે અશુભ ગણાય છે.

* ઈશ્વરની પ્રતિમાઓના મુખ એકબીજા સામે રહે તે રીતે ન ગોઠવવી જોઈએ.

* પ્રતિમાઓ દીવાલને સ્પર્શે તે રીતે ન રાખવી જોઈએ. પ્રતિમાઓ દીવાલથી ઓછામાં ઓછી ૧ ઇંચ જેટલી દૂર રહેવી જોઈએ.

* તૂટેલી પ્રતિમાઓ કે ફાટેલા ચિત્રો ન રાખવા જોઈએ.

* એક જ દેવી-દેવતાની બે પ્રતિમાઓ પૂજામાં ન રાખવી જોઈએ.

* મંદિરમાં દીપને અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) તરફ રાખી શકાય અને કળશ કે જળને ઇશાન કોણ(પૂર્વ-ઉત્તર) તરફ રાખી શકાય. પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દીપ અને પ્રસાદ ઈશ્વરની પ્રતિમાની બિલકુલ સામે રહે.

* પૂજા માટેની સામગ્રી અગ્નિ કોણમાં રાખી શકાય.

* ઘરના પૂજાઘરમાં મંદિરની માફક ઘંટ ન રાખવો જોઈએ.

* પૂજાઘરમાં મૃત વ્યક્તિઓની છબીઓ ન રાખવી જોઈએ.

* પૂજાઘરમાં ઈશ્વરની પ્રતિમાની ઊંચાઈ કરતા ઓછી ઊંચાઈની અલમારીઓ દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફની દીવાલે બનાવી શકાય.

* પૂજાઘરમાં ક્યારેય ધન કે અન્ય મૂલ્યવાન વસ્તુઓ રાખવી ન જોઈએ.

* પૂજાઘરનો ઉપયોગ વસ્તુઓ સંગ્રહ કરવા માટે કે કોઠાર તરીકે ન કરવો જોઈએ.

* પૂજાઘરની દીવાલો સફેદ, આછા પીળા કે આછા વાદળી રંગે રંગી શકાય. ફર્શ માટે સફેદ કે આછા પીળા રંગના માર્બલનો ઉપયોગ ઇચ્છનીય છે.

ટિપ્પણીઓ

nitin tandon એ કહ્યું…
its really good artical which u display for new readers. a good aproach for national laguage.

if possible than also be share this in hindi too.

because in north india mostly reader wants hindi and english base article in field of astrology
Vinati Davda એ કહ્યું…
@nitin tandon, I am glad to know that you liked my article. Thanks for your suggestion of writing in hindi/english. I will keep this in mind.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર