પોસ્ટ્સ

નક્ષત્ર લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

રોહિણી : ભગવાન શ્રીકૃષ્ણનું જન્મનક્ષત્ર

છબી
શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઘનઘોર અંધારી મધ્યરાત્રિના રોહિણી નક્ષત્રમાં મથુરાના કારાવાસમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. સમગ્ર ભારત દેશમાં દર વર્ષે અષ્ટમી તિથિએ સૂર્ય સિંહ રાશિમાં હોય અને ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. રોહિણી નક્ષત્રમાં જન્મ લેનાર સુંદર , આનંદી , શાંત અને મોહિત કરનાર હોય છે. ભગવાન શ્રીકૃષ્ણની મોહિનીથી કોણ બચી શક્યું છે ? સંસ્કૃતમાં રોહિણી એટલે રાતું કે લાલ . તે રાતી ગાય પણ કહેવાય છે. લાલ રંગ પ્રેમ , ઉત્કટતા અને વિષયાસક્તતાનું પ્રતીક છે. રોહ શબ્દનો અર્થ વિકાસ અથવા ઉન્નતિ કરવી થાય છે. રોહણ એટલે કે સવારી કરવી કે સવારી કરનાર. રોહિણી નક્ષત્ર જીવનમાં ધીરે-ધીરે આરોહણ એટલે કે પ્રગતિ કરાવનાર અને ઊંચે લઈ જનાર હોય છે. રોહિણી નક્ષત્રમાં જન્મનાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મલગ્ન પર પણ રોહિણી નક્ષત્રનો પ્રબળ પ્રભાવ હતો. ન ક્ષતિ ઈતિ નક્ષત્ર એટલે કે જેનો નાશ નથી થતો તે નક્ષત્ર. આકાશમાં જુદા-જુદા સ્થિર તારક સમૂહો રહેલાં છે. તારાઓનાં આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઈ શકાય છે. આ તારક વૃંદોને આપણ...

નક્ષત્ર ગોચર ભ્રમણ અનુસાર શનિનું ફળ

નક્ષત્ર ગોચર ભ્રમણ અનુસાર શનિ કેવું ફળ આપશે ? શનિ ગોચરમાં જે નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો હોય ત્યાંથી ગણવાનું શરૂ કરીને તમારાં જન્મરાશિનાં નક્ષત્ર સુધી ગણતરી કરો. જે નક્ષત્ર સંખ્યા આવશે તેના આધારે નીચે મુજબ ફળ તંત્રવિદોએ દર્શાવેલ છે. (હાલ ગોચરમાં શનિ મૂળ નક્ષત્રમાંથી ભ્રમણ કરી રહ્યો છે. મૂળ નક્ષત્રથી તમારાં જન્મનક્ષત્ર સુધી ગણતરી કરી ફળ જાણો) નક્ષત્રના નામ અને ક્રમ જાણવા માટે જુઓ લેખ 'નક્ષત્ર'.   1 નક્ષત્ર: શનિ મુખમાં , માનસિક ચિંતા અને કષ્ટ રખાવે પરંતુ સરવાળે કલ્યાણકારી 2-3 નક્ષત્ર: શનિ મુખદ્વારમાં , શારીરિક અસ્વસ્થતા રખાવે પરંતુ યોગ્ય ઈલાજથી સાજા થવાય. 4-5 નક્ષત્ર: શનિ આંખોમાં , લાભ , પ્રગતિ , સન્માન અને યશની પ્રાપ્તિ 6-7-8 નક્ષત્ર: શનિ મસ્તિષ્કમાં , રાજસન્માન , પ્રગતિ , બઢતી 9-10-11-12 નક્ષત્ર: શનિ ભુજાઓમાં , શારીરિક કષ્ટ , સાવધાની રાખવી જરૂરી 13-14-15-16-17 નક્ષત્ર: શનિ હ્રદયમાં , સુખ , વ્યવસાયમાં પ્રગતિ , લાભ , આવકમાં વધારો 18-19-20 નક્ષત્ર: શનિ જમણા પગમાં , પરાધીનતા , પરિશ્રમ 21-22-23 નક્ષત્ર: શનિ ડાબા પગમાં , પરિશ્રમ , કઠીન સમય , પ...

પંચક એટલે શું?

પંચક એટલે પાંચનો સમૂહ. દર મહિને ચન્દ્રના કુંભ અને મીન રાશિમાંથી પસાર થવાના સમયને પંચક કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષ અનુસાર એક રાશિચક્ર ૧૨ રાશિઓ અને ૨૭ નક્ષત્રોનું બનેલું છે. ચન્દ્ર આશરે ૨૭ દિવસમાં રાશિચક્રનું એક ભ્રમણ પૂરું કરે છે. એટલે કે એક રાશિમાંથી પસાર થતા ચન્દ્રને આશરે સવા બે દિવસ જેટલો સમય લાગે. કુંભ અને મીન એ બે રાશિઓમાંથી પસાર થતા ચન્દ્રને આશરે પાંચ દિવસ લાગે છે. આથી આ પાંચ દિવસનાં સમૂહને પંચક કહેવામાં આવે છે. ઉપરાંતમાં કુંભ અને મીન રાશિમાં કુલ પાંચ નક્ષત્રો સમાયેલા છે. આથી આ પાંચ નક્ષત્રોના સમૂહને લીધે પણ ચન્દ્રના આ પાંચ નક્ષત્રમાંથી પસાર થવાના કાળને પંચક કહેવામાં આવે છે. પંચકનો પ્રારંભ ધનિષ્ઠાના ત્રીજા ચરણથી થાય છે અને શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદમાંથી પસાર થઈ રેવતિ નક્ષત્રની સમાપ્તિએ અંત પામે છે. બીજા શબ્દોમાં ચન્દ્ર જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે પંચકનો પ્રારંભ થાય છે અને મેષ રાશિમાં પ્રવેશ કરે એટલે અંત આવે છે. પંચક કાળ દરમિયાન પાંચ કાર્યો કરવા વર્જિત ગણવામાં આવ્યા છે. ઘાસ, લાકડું વગેરે ઈંધણ એકઠું કરવું, દક્ષિણ દિશાની યાત્રા કરવી, ઘર પર છત નાખવી, પલંગ ...

૨૭ નક્ષત્રો

નક્ષત્ર રાશિ અંશ આકૃતિ સ્વામી દેવ ૧. અશ્વિની મેષ ૦°- ૧૩°૨૦’ અશ્વમુખ કેતુ અશ્વિની ૨. ભરણી મેષ ૧૩°૨૦’- ૨૬°૪૦’ યોનિ શુક્ર યમ ૩. કૃતિકા મેષ- વૃષભ ૨૬°૪૦’- ૧૦° અસ્તરો સૂર્ય અગ્નિ ૪. રોહિણી વૃષભ ૧૦°- ૨૩°૨૦’ શકટ ચન્દ્ર પ્રજાપતિ ૫. મૃગશીર્ષ વૃષભ- મિથુન ૨૩°૨૦’- ૬°૪૦’ હરણમુખ મંગળ સોમ ૬. આર્દ્રા મિથુન ૬°૪૦’- ૨૦° મણિ રાહુ રૂદ્ર ૭. પુનર્વસુ મિથુન- કર્ક ૨૦°- ૩°૨૦’ ધનુષ્ય ગુરુ આદિતી ૮. પુષ્ય કર્ક ૩°૨૦’- ૧૬°૪૦’ પુષ્પ શનિ બૃહસ્પતિ ૯. આશ્લેષા કર્ક ૧૬°૪૦’- ૩૦° સર્પ બુધ સૂર્ય ૧૦. મઘા સિંહ ૦°- ૧૩°૨૦’ પાલખી કેતુ પિતર ૧૧. પૂર્વાફાલ્ગુની સિંહ ૧૩°૨૦’- ૨૬°૪૦’ પલંગના પાયા શુક્ર ભગ ૧૨. ઉત્તરાફાલ્ગુની સિંહ- કન્યા ૨૬°૪૦’- ૧૦° પલંગ સૂર્ય અયમા ૧૩. હસ્ત કન્યા ૧૦°- ૨૩°૨૦’ હાથનો પંજો ચન્દ્ર સવિતા ૧૪. ચિત્રા કન્યા- તુલા ૨૩°૨૦’- ૬°૪૦’ મોતી મંગળ ત્વષ્ટા ૧૫. સ્વાતિ તુલા ૬°૪૦’- ૨૦° પ્રવાલ રાહુ વાયુ ૧૬. વિશાખા તુલા- વૃશ્ચિક ૨૦°- ૩°૨૦’ ચાકડો ગુરુ ઈન્દ્રાગ્નિ ૧૭. અનુરાધા વૃશ્ચિક ૩°૨૦’- ૧૬°૪૦’ છત્ર શનિ મિત્ર ૧૮. જ્યેષ્ઠા વૃશ્ચિક ૧૬°૪૦’- ૩૦° કુંડલ બુધ ઈન્દ્ર ૧૯. મૂળ ધનુ ૦°- ૧૩°૨૦’ મૂળિયાનાં ભારા કેતુ નિઋર્તિ ૨૦. પૂર્વાષાઢા ધનુ ૧૩°...

નક્ષત્ર

ન ક્ષતિ ઈતિ નક્ષત્ર એટલે કે જેનો નાશ નથી થતો તે નક્ષત્ર. આકાશમાં જુદા-જુદા સ્થિર તારક સમૂહો રહેલાં છે. તારાઓનાં આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઈ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. પુરાણો અનુસાર ૨૭ કે ૨૮ નક્ષત્રો એ દક્ષની પુત્રીઓ હતી. દક્ષ બ્રહ્માનો પુત્ર ગણાય છે અને એ પ્રજાપતિ પણ છે. દક્ષે પોતાની પુત્રીઓને ચન્દ્ર સાથે પરણાવેલી હતી. દક્ષની બધી પુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી પ્રિય હતી. બાકીની દક્ષપુત્રીઓની ચન્દ્ર અવગણના કરતો હતો. દક્ષને આની જાણ થતાં તેણે ચન્દ્ર મૃત્યુ પામે તેવો શ્રાપ આપ્યો. પરંતુ બાદમાં પુત્રીઓની દરમ્યાનગીરી અને વિનવણીઓને લીધે તેણે એ શ્રાપ ઘટાડીને થોડી અવધિ પૂરતું ચન્દ્રનું મૃત્યુ થાય તેમ કરી નાખ્યો. આથી ચન્દ્રની કલામાં થતો ઘટાડો અને ફરી થતો વધારો એ દક્ષે ચન્દ્રને આપેલાં શ્રાપનું સૂચક છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નક્ષત્રો એ ક્રાંતિવૃતનું (સૂર્યનો ભ્રમણમાર્ગ) ૨૭ ભાગમાં થતું વિભાજન છે. ક્રાંતિવૃત ૩૬૦ અંશનો બનેલો છે. આથી એક નક્ષત્રનું માપ ૧૩ અંશ ૨૦ કલા થશે. (૩૬૦/૨૭) વધુમાં દરેક નક્ષત્રને ૪ ચરણ/પદમાં વિભાજીત કરવામાં આવ્યા છે. આથી નક્ષત્રનાં એક ચરણનું...

પંચાંગ

પંચાગ એટલે કે પંચ + અંગ. જે રીતે નામ સૂચવે છે તેમ પંચાગ પાંચ અંગો ધરાવે છે. ૧. તિથિ ૨. વાર ૩. નક્ષત્ર ૪. યોગ ૫. કરણ. જ્યોતિષમાં આ પાંચ અંગો કાળનાં વિભાગો દર્શાવે છે. કાળની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિને આધારે કરવામાં આવે છે. આમ પંચાગ એ સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિની પાંચ પ્રકારે થતી અભિવ્યક્તિ છે. પંચમહાભૂત તત્વોમાં તિથિ એ જળ, વાર એ અગ્નિ, નક્ષત્ર એ વાયુ, યોગ એ આકાશ અને કરણ એ પૃથ્વી તત્વ છે. ૧. તિથિ સૂર્ય અને ચન્દ્ર આકાશમાં એક જ અંશે ભેગા થાય તેને અમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કરતાં ચન્દ્રની ગતિ વધુ હોવાથી ચન્દ્ર આગળ ચાલે છે. જ્યારે ચન્દ્ર એ સૂર્ય કરતાં ૧૨ અંશ આગળ વધી જાય ત્યારે એક તિથિ પૂર્ણ થઈ ગણાય છે. આમ આગળ વધતાં વધતાં ચન્દ્ર ફરી સૂર્ય સાથે આવી જાય એટલે કે ચન્દ્ર ૩૬૦ અંશનું એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૩૦ તિથિઓ(૩૬૦/૧૨) પૂર્ણ થાય છે. તિથિઓ અનુક્ર્મે પ્રતિપદા, દ્વિતિયા, તૃતીયા વગેરે તરીકે ઓળખાય છે. ચન્દ્ર જયારે સૂર્યની સામે ૧૮૦ અંશના અંતરે આવે ત્યારે પૂર્ણિમા થઈ કહેવાય છે. પહેલી ૧૫ તિથિઓ શુક્લપક્ષ તરીકે ઓળખાય છે. શુક્લપક્ષની ૧૫મી તિથિ પૂર્ણિમા કહેવાય છે. ત્...