ગંડાંતના ગુરુની ગડમથલ - 29/03/2019
ગોચરમાં વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજે 1 5 માર્ચ , 2019 ના રોજ ગંડાંત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. 29 માર્ચ , 2019 ના રોજ 0 અંશે ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. 10 એપ્રિલ , 2019 ના રોજ વક્રી થશે અને 23 એપ્રિલ , 2019 ના રોજ ફરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ બધો સમય ગંડાંતમાં જ રહેલાં ગુરુ મહારાજ 6 મે , 2019 ના રોજ ગંડાંત ક્ષેત્રમાંથી બહાર આવશે. ગંડાંત ક્ષેત્ર કાર્મિક ફળ આપે છે. કોઈ પણ ગ્રહનું ગંડાંતમાં હોવું એ કઠિન પરિસ્થિતિ છે. અહીં ગ્રહ આરામપ્રદ સ્થિતિનો અનુભવ નથી કરતો અને પોતાની ઉર્જાને કુદરતી રીતે અભિવ્યક્ત કરવામાં અસમર્થ બને છે. ગંડાંત એટલે શું ? ગંડાંત શબ્દની સંધિ છૂટી પાડીએ તો ગંડ+અંત થાય. સંસ્કૃતમાં ગંડ એટલે કે ગાંઠ અથવા ગ્રંથિ અને ગંડાંત એટલે કે અંતમાં , છેવટમાં લાગેલી ગાંઠ. જ્યાં પણ ગાંઠ પડે ત્યાં મુશ્કેલી ઉભી થાય. પછી એ ગાંઠ દોરીમાં પડી હોય , સંબંધમાં પડી હોય કે રાશિચક્રમાં! આપણાં આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓએ બાર રાશિઓનાં બનેલાં રાશિચક્રમાં ત્રણ જગ્યાએ ગાંઠ પડ્યાંનો સંકેત આપ્યો છે. ક્યાં પડી છે આ ગાંઠ ? આ સમગ્ર વિશ્વ પાંચ તત્વોથી બનેલું છે. ૧. અગ્...