પોસ્ટ્સ

ઑક્ટોબર, 2009 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રાશિઓ અને તેના સ્વામીઓ

ગ્રહોમાં સૂર્ય એ રાજા અને ચન્દ્ર એ રાણી છે. મંગળ સેનાપતિ, બુધ યુવરાજ, ગુરુ દેવોનાં ગુરુ, શુક્ર દાનવોનાં ગુરુ અને શનિ દાસ છે. સૂર્ય અને ચન્દ્ર સિવાય દરેક ગ્રહોને બે-બે રાશિઓ આપવામાં આવી છે. આ રાશિઓ કઈ રીતે વહેંચવામાં આવી છે તે રસપ્રદ છે. ગ્રહોને તેમનાં સૂર્યથી રહેલાં અંતર અનુસાર ગોઠવવામાં આવે તો સૂર્યથી સૌથી નજીકના અંતરે બુધ રહેલો છે. ત્યારબાદ શુક્ર, મંગળ, ગુરુ અને શનિ એ ક્ર્મમાં ગ્રહો રહેલાં છે. સૂર્યની રાશિ સિંહ અને ચન્દ્રની રાશિ કર્ક છે. એકવાર રાજા સૂર્ય અને રાણી ચન્દ્ર બેઠા હતાં ત્યારે બધાં ગ્રહો એક બાદ એક તેમની પાસે આવવા લાગ્યા. સૂર્યથી સૌથી નજીકનાં અંતરે બુધ રહેલો છે એટલે સૌ પ્રથમ તક બુધને મળી. રાજા સૂર્યે બુધને પોતાનાથી બીજી રાશિ કન્યા આપી અને રાણી ચન્દ્રએ બુધને પોતાનાથી આગલી રાશિ મિથુન આપી. આમ બુધ સમ/બેકી રાશિ કન્યા અને વિષમ/એકી રાશિ મિથુનનો સ્વામી થયો. બુધ પછીનાં અંતરે શુક્ર રહેલો છે એટલે ત્યારબાદ શુક્રને તક મળી. સૂર્યએ શુક્રને પોતાનાથી ત્રીજી રાશિ તુલા આપી અને ચન્દ્રએ વધુ એક આગલી રાશિ વૃષભ આપી. શુક્ર પછીનાં ક્રમે રહેલાં મંગળને વૃશ્ચિક અને મેષ રાશિ મળી. મંગળ બાદ ગુરુનો વારો આવ્

રાશિઓની વિશેષતાઓ

કાન્તિવૃત એટલે કે સૂર્યનો ભ્રમણમાર્ગ ૩૬૦ અંશનો બનેલો છે. આ કાન્તિવૃતનાં આરંભબિંદુથી ૩૦ અંશનો એક એવાં ૧૨ એકસરખાં વિભાગ પાડવામાં આવ્યા છે. આ દરેક વિભાગ "રાશિ" તરીકે ઓળખાય છે. ૧૨ રાશિઓના નામો નીચે મુજબ છે. રાશિ નામાક્ષર ચિહ્ન પદ ૧. મેષ અ, લ, ઈ ઘેટું ચતુષ્પદ્ ૨. વૃષભ બ, વ, ઉ બળદ ચતુષ્પદ્ ૩. મિથુન ક, છ, ઘ ગદાધારી નર,વીણાયુક્ત સ્ત્રી દ્વિપદ્ ૪. કર્ક ડ, હ કરચલો બહુપદ્ ૫. સિંહ મ, ટ સિંહ ચતુષ્પદ્ ૬. કન્યા પ, ઠ, ણ કુમારિકા દ્વિપદ્ ૭. તુલા ર, ત ત્રાજવાધારી પુરુષ દ્વિપદ્ ૮. વૃશ્ચિક ન, ય વીંછી બહુપદ્ ૯. ધનુ ભ, ફ, ધ, ઢ ધનુર્ધારી અર્ધમાનવ અર્ધઅશ્વ દ્વિપદ્/ચતુષ્પદ્ ૧૦. મકર ખ, જ મૃગના મોઢાવાળી મગર ચતુષ્પદ્/પદરહિત ૧૧. કુંભ ગ, શ, સ કુંભધારી માનવ દ્વિપદ્ ૧૨. મીન દ, ચ, ઝ, થ બે માછલીઓ પદરહિત મનુષ્ય રાશિ - મિથુન, કન્યા, તુલા, ધનુનો પૂર્વાર્ધ, કુંભ ચતુષ્પાદ રાશિ - મેષ, વૃષભ, સિંહ, ધનુનો ઉત્તરાર્ધ, મકરનો પૂર્વાર્ધ જળચર રાશિ - કર્ક, મકરનો ઉત્તરાર્ધ, મીન કીટ રાશિ – વૃશ્ચિક રાશિઓનાં ચિહ્ન યાદ રાખીને બરાબર સમજશો તો રાશિઓનું પદ પ્રમાણેનું વર્ગીકરણ સહેલાઈથી યાદ રહી જશે. પ્રાણીઓનાં ચિહ્ન ધરાવતી રાશિઓ ચતુષ્

પંચાંગ

પંચાગ એટલે કે પંચ + અંગ. જે રીતે નામ સૂચવે છે તેમ પંચાગ પાંચ અંગો ધરાવે છે. ૧. તિથિ ૨. વાર ૩. નક્ષત્ર ૪. યોગ ૫. કરણ. જ્યોતિષમાં આ પાંચ અંગો કાળનાં વિભાગો દર્શાવે છે. કાળની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિને આધારે કરવામાં આવે છે. આમ પંચાગ એ સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિની પાંચ પ્રકારે થતી અભિવ્યક્તિ છે. પંચમહાભૂત તત્વોમાં તિથિ એ જળ, વાર એ અગ્નિ, નક્ષત્ર એ વાયુ, યોગ એ આકાશ અને કરણ એ પૃથ્વી તત્વ છે. ૧. તિથિ સૂર્ય અને ચન્દ્ર આકાશમાં એક જ અંશે ભેગા થાય તેને અમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કરતાં ચન્દ્રની ગતિ વધુ હોવાથી ચન્દ્ર આગળ ચાલે છે. જ્યારે ચન્દ્ર એ સૂર્ય કરતાં ૧૨ અંશ આગળ વધી જાય ત્યારે એક તિથિ પૂર્ણ થઈ ગણાય છે. આમ આગળ વધતાં વધતાં ચન્દ્ર ફરી સૂર્ય સાથે આવી જાય એટલે કે ચન્દ્ર ૩૬૦ અંશનું એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૩૦ તિથિઓ(૩૬૦/૧૨) પૂર્ણ થાય છે. તિથિઓ અનુક્ર્મે પ્રતિપદા, દ્વિતિયા, તૃતીયા વગેરે તરીકે ઓળખાય છે. ચન્દ્ર જયારે સૂર્યની સામે ૧૮૦ અંશના અંતરે આવે ત્યારે પૂર્ણિમા થઈ કહેવાય છે. પહેલી ૧૫ તિથિઓ શુક્લપક્ષ તરીકે ઓળખાય છે. શુક્લપક્ષની ૧૫મી તિથિ પૂર્ણિમા કહેવાય છે. ત્