જન્મભૂમિ પંચાંગ વિ.સં. ૨૦૭૦ (નવેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૧૫ સુધી)
પ્રિય વાચકમિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૦-૭૧ (નવેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૧૫ સુધી)માં આપ મારો ‘ પરસ્પર કારક ગ્રહો ’ વિષય પરનો લેખ વાંચી શકશો. આ લેખમાં જ્યોતિષ ગ્રંથોમાં વર્ણવેલ પરસ્પર કારક ગ્રહો અંગેના વિવિધ મતની છણાવટ કરેલ છે. જાતકને નીચેથી ઉચ્ચ સ્થાને પહોંચાડી દેનાર અને કુંડળીમાં યોગોનું વિશ્લેષણ કરતી વખતે વિશેષ મહત્વ ધરાવનાર આ યોગની ઉદાહરણ કુંડળીઓ આપીને સવિસ્તાર ચર્ચા કરેલ છે. આશા છે કે જ્યોતિષના જીજ્ઞાસુઓની જ્ઞાન પિપાસા સંતોષવામાં આ લેખ ઉપયોગી નીવડશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્કસ જણાવશો.