પોસ્ટ્સ

મહાદશા લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

શનિ, રાહુની મહાદશા - સુખ અને દુ:ખ

  શનિ , રાહુની મહાદશા અને માનસિક સુખ જીવનમાં આવતી શનિ અને રાહુની મહાદશા સામાન્ય રીતે માનસિક અને ભાવનાત્મક દ્રષ્ટિએ કષ્ટપ્રદ સમય હોય છે. આ દશાઓ દરમિયાન બાહ્ય વસ્તુઓ , પરિસ્થિતિ કે વ્યક્તિઓ તરફથી સુખ શોધવાની કોશિશ નિરાશા અને અવસાદ પ્રદાન કરી શકે છે. શનિ કે રાહુની મહાદશા ચાલી રહી હોય તો સુખને જાતની અંદર ખોજવાની કોશિશ કરવી. આ દશાઓ દરમિયાન ભીતરથી મળતો આનંદ જ જીવનને સરળ બનાવી શકશે.  શનિ અને દુ:ખ જીવનમાં કેટલીક મુશ્કેલીઓ એવી હોય છે કે જેના પર વિજય મેળવી શકાય છે . જ્યારે કેટલીક એવી હોય છે જેને સ્વીકારવી પડે છે , સહેવી પડે છે. મંગળ દ્વારા અપાતી મુશ્કેલીઓનો સામનો કરીને તેના પર વિજય મેળવી શકાતો હોય છે. જ્યારે શનિ દ્વારા અપાતાં દુ:ખ , કષ્ટ , મુશ્કેલીઓ પર ક્યારેય વિજય મેળવી શકાતો નથી કે તેમાંથી ઊભરી શકાતું નથી. બહુ બહુ તો એને સંભાળીને , સહીને , સ્વીકાર કરીને જીવી શકાય છે. શનિ એ મૃત્યુનો કારક ગ્રહ છે. શું મૃત્યુ પર ક્યારેય વિજય મેળવી શકાયો છે ? આ દુનિયામાં જન્મ લેનાર દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ હા , સારી આદતોને અપનાવીને તેમજ આરોગ્યની યોગ્ય કાળજી રાખીને જેટલું પણ આયુષ્ય હોય તે સ્વસ...