શનિ, રાહુની મહાદશા - સુખ અને દુ:ખ

 શનિ, રાહુની મહાદશા અને માનસિક સુખ

જીવનમાં આવતી શનિ અને રાહુની મહાદશા સામાન્ય રીતે માનસિક અને ભાવનાત્મક દ્રષ્ટિએ કષ્ટપ્રદ સમય હોય છે. આ દશાઓ દરમિયાન બાહ્ય વસ્તુઓ, પરિસ્થિતિ કે વ્યક્તિઓ તરફથી સુખ શોધવાની કોશિશ નિરાશા અને અવસાદ પ્રદાન કરી શકે છે. શનિ કે રાહુની મહાદશા ચાલી રહી હોય તો સુખને જાતની અંદર ખોજવાની કોશિશ કરવી. આ દશાઓ દરમિયાન ભીતરથી મળતો આનંદ જ જીવનને સરળ બનાવી શકશે. 

શનિ અને દુ:ખ

જીવનમાં કેટલીક મુશ્કેલીઓ એવી હોય છે કે જેના પર વિજય મેળવી શકાય છે. જ્યારે કેટલીક એવી હોય છે જેને સ્વીકારવી પડે છે, સહેવી પડે છે. મંગળ દ્વારા અપાતી મુશ્કેલીઓનો સામનો કરીને તેના પર વિજય મેળવી શકાતો હોય છે. જ્યારે શનિ દ્વારા અપાતાં દુ:ખ, કષ્ટ, મુશ્કેલીઓ પર ક્યારેય વિજય મેળવી શકાતો નથી કે તેમાંથી ઊભરી શકાતું નથી. બહુ બહુ તો એને સંભાળીને, સહીને, સ્વીકાર કરીને જીવી શકાય છે. શનિ એ મૃત્યુનો કારક ગ્રહ છે. શું મૃત્યુ પર ક્યારેય વિજય મેળવી શકાયો છે? આ દુનિયામાં જન્મ લેનાર દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ હા, સારી આદતોને અપનાવીને તેમજ આરોગ્યની યોગ્ય કાળજી રાખીને જેટલું પણ આયુષ્ય હોય તે સ્વસ્થ રહીને જીવવાની કોશિશ જરૂર કરી શકાય છે. જીવનમાં શનિ દ્વારા અપાતાં અન્ય દુ:ખો માટે પણ આમ જ સમજવું. દુ:ખોને દૂર કરવાના સતત પ્રયત્નને બદલે તેનો સ્વીકાર કરીને તેની પીડાને કઈ રીતે હળવી બનાવી શકાય તેનો વિચાર કરવો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા