પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શારદીય નવરાત્રિ 2019 ઘટસ્થાપન મુહૂર્ત

રવિવાર , 29 સપ્ટેમ્બર , 2019 થી શારદીય નવરાત્રિનો આરંભ થશે. સૂર્યોદય થયાનાં પહેલાં ચાર કલાકની અંદર ઘટસ્થાપન કરવું શુભ રહે છે. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાય છે. ચોઘડિયાં અનુસાર મુહૂર્ત અપેલ છે. પરંતુ ચોઘડિયાં અનુસાર ઘટસ્થાપન કરવા અંગે શાસ્ત્રો સલાહ આપતાં નથી. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી બપોર બાદ ઘટસ્થાપન કરવાનું પણ ટાળવું જોઈએ. પ્રતિપદા તિથિ આરંભ: 11.56 PM , સપ્ટેમ્બર 28, 2019 પ્રતિપદા તિથિ અંત: 08.14 PM, સપ્ટેમ્બર , 29, 2019 ઘટસ્થાપન માટે સપ્ટેમ્બર 29 , 2019 ના રોજના મુહૂર્ત: રાજકોટ: સવારે 06.39 AM થી 08.01 AM, બપોરે 12.13 PM થી 01 .01 PM (અભિજીત) ચોઘડિયાં અનુસાર: સવારે 9.37 AM થી 12.37 PM સાંજે 06.37 PM થી 08.07 PM અમદાવાદ: સવારે 06.30 AM થી 07.54 AM, બપોરે 12.06 PM થી 12 .54 PM (અભિજીત) ચોઘડિયાં અનુસાર: સવારે 9.30 AM થી 12.30 PM સાંજે 06.30 PM થી 08.00 PM વડોદરા: સવારે 06.28 AM થી 07.51 AM, બપોરે 12.03 PM થી 12 .51 PM (અભિજીત) ચોઘડિયાં અનુસાર: સવારે 9.28 AM થી 12.27 PM સાંજે 06.27 PM થી 07.

કન્યા રાશિમાં મંગળના ભ્રમણનું રાશિફળ

છબી
25 સપ્ટેમ્બર , 2019 ના રોજ વહેલી સવારે 06.32 કલાકે મંગળ મહારાજે સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં મંગળ 10 નવેમ્બર , 2019 સુધી વિચરણ કરશે અને ત્યારબાદ તુલા રાશિમાં પ્રવેશ કરી જશે. સામાન્ય રીતે મંગળ એક રાશિમાં આશરે દોઢ મહિના સુધી રહે છે. હવે પછી મંગળ કન્યા રાશિમાં લગભગ બે વર્ષ બાદ પ્રવેશ કરશે. આથી હાલનું મંગળનું કન્યા રાશિમાં ગોચર ભ્રમણ ફળાદેશ બાબતે અગત્યનું બને છે. મંગળના પ્રવેશ અગાઉ જ કન્યા રાશિમાં સૂર્ય , બુધ અને શુક્ર ભ્રમણ કરી રહેલાં છે. ટૂંક સમયમાં બુધ અને શુક્ર કન્યામાંથી તુલામાં પ્રવેશ કરી જશે. જ્યારે સૂર્ય 18 ઓક્ટોબર , 2019 સુધી મંગળની સાથે કન્યા રાશિમાં રહીને યુતિ બનાવશે. મંગળ એ સાહસ , પરાક્રમ , બળ , ઉર્જા , આક્રમકતા , વીરતા , ઉગ્રતા , ક્રોધ , આવેશ , ઉત્સાહ , ઝડપ , અકસ્માત , હિંસા અને યંત્ર શસ્ત્રનો નિર્દેશ કરનારો ગ્રહ છે. કન્યા પૃથ્વીતત્વ ધરાવતી બુધની રાશિ છે. અગ્નિતત્વ ધરાવતી સૂર્યની સિંહ રાશિમાં બળવાન બનેલો , તત્ક્ષણ નિર્ણયો લેતો અને   સહેલાઈથી પિત્તો ગુમાવતો મંગળ હવે અહીં કન્યા રાશિમાં જમીન પર પગ ટકાવીને થોડો ઠરેલ અને ધીરજવાન બનશે. કન્યા રાશિ બૌદ્ધિક અન

પંચાંગનું અંગ : તિથિ

છબી
તિથિ અથવા ચાંદ્ર-દિન એ હિંદુ પંચાંગના પાંચ અંગોમાંનુ એક મહત્વનું અંગ છે. તિથિ અનુસાર જ ધાર્મિક ઉત્સવો , પર્વો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે રહેલાં અંતરને આધારે તિથિનું નિર્માણ થાય છે. ભચક્રનું કુલમાન 360 અંશ છે. ચંદ્રની મધ્યમ ગતિ દરરોજની 13 અંશ જેટલી અને સૂર્યની લગભગ 1 અંશ જેટલી હોય છે. સૂર્ય અને ચંદ્ર આકાશમાં એક જ અંશે ભેગા થાય તેને અમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વધુ હોવાથી ચંદ્ર આગળ ચાલે છે. જ્યારે ચંદ્ર એ સૂર્ય કરતાં ૧૨ અંશ આગળ વધી જાય ત્યારે એક તિથિ પૂર્ણ થઈ ગણાય છે. આમ આગળ વધતાં વધતાં ચંદ્ર ફરી સૂર્ય સાથે આવી જાય એટલે કે ચંદ્ર ૩૬૦ અંશનું એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૩૦ તિથિઓ (૩૬૦/૧૨) પૂર્ણ થાય છે. તિથિઓ અનુક્ર્મે પ્રતિપદા , દ્વિતિયા , તૃતીયા વગેરે તરીકે ઓળખાય છે. ચંદ્ર જયારે સૂર્યની સામે ૧૮૦ અંશના અંતરે આવે ત્યારે પૂર્ણિમા થઈ કહેવાય છે. પહેલી ૧૫ તિથિઓ શુક્લપક્ષ તરીકે ઓળખાય છે. શુક્લપક્ષની ૧૫મી તિથિ પૂર્ણિમા કહેવાય છે. ત્યારબાદની બાકીની ૧૫ તિથિઓ કૃષ્ણપક્ષ તરીકે ઓળખાય છે. કૃષ્ણપક્ષની ૧૫મી તિથિ અમાવસ્યા કહેવાય છે. શુક્લ પ

શનિદેવની માર્ગી ચાલ - જાણો રાશિઓ પર પ્રભાવ

છબી
સૂર્યપુત્ર શનિદેવ 18 સપ્ટેમ્બર , 2019 ના રોજ 14.18 કલાકે ધનુ રાશિમાં માર્ગી થશે. 30 એપ્રિલ , 2019 થી ધનુ રાશિમાં વક્ર ગતિથી ચાલી રહેલાં શનિદેવ આશરે 140 દિવસ બાદ પોતાની ચાલ બદલીને સીધી ગતિથી ચાલવાની શરૂઆત કરશે. ધનુ રાશિમાં શનિ કેતુની સાથે યુતિમાં રહેલો છે. 5 નવેમ્બર , 2019 ના રોજ ગુરુ વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરીને શનિ અને કેતુની સાથે જોડાશે. 24 જાન્યુઆરી , 2019 ના રોજ શનિદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી જશે. કર્મનું ફળ આપનાર ન્યાયાધીશ એવાં શનિદેવ જ્યારે ગોચરમાં પોતાની સ્થિતિનું પરિવર્તન કરે ત્યારે બારેય રાશિઓ માટે ન્યાયની અને કર્મફળ પ્રદાન કરવાની અલગ પરિસ્થિતિ પેદા કરે છે. ધનુ રાશિમાં 18 સપ્ટેમ્બર , 2019 થી શરૂ થનારું શનિનું માર્ગી ભ્રમણ બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.      મેષ (અ , લ , ઈ): શનિદેવ નવમસ્થાનમાં માર્ગી થશે. નવમસ્થાન ધર્મ અને ભાગ્યનો નિર્દેશ કરે છે. ભાગ્યવશાત અટકેલાં કાર્યો હવે પૂર્ણ થવાની શરૂઆત થાય. ભાગ્યનો સાથ મળવાની સંભા

ચંદ્ર અને શનિનો વિષ યોગ

છબી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર એ મન , મનની સ્થિતિ , માતાનું સુખ , સન્માન , સુખ-સાધન , મીઠા ફળ , સુગંધિત ફૂલ , કૃષિ , યશ , મોતી , ચાંદી , સાકર , દૂધ , કોમળ વસ્ત્ર , તરલ પદાર્થ , સ્ત્રીનું સુખ વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે શનિ આયુ , મૃત્યુ , ભય , દુ:ખ , અપમાન , રોગ , દરિદ્રતા , દાસત્વ , બદનામી , વિપત્તિ , નિંદિત કાર્ય , આળસ , બંધન વગેરેનો કારક ગ્રહ છે. ચંદ્ર સાથે શનિનો સંબંધ થાય ત્યારે જાણે કે ખીરમાં નમક પડી ગયું હોય તેવો ઘાટ થાય છે. દરેક જ્યોતિષ ગ્રંથોમાં ચંદ્ર અને શનિના સંબંધને અશુભ વર્ણવવામાં આવ્યો છે. અશુભ ફળ પ્રાપ્ત થતું હોવાથી આ સંબંધ ‘ વિષ યોગ ’ તરીકે ઓળખાય છે. વિષ એટલે કે ઝેર. ઝેર મૃત્યુ અથવા મૃત્યુતુલ્ય પીડાનું દ્યોતક છે. વિષ યોગ ‘ પુનર્ફૂ ’ યોગ તરીકે પણ ઓળખાય છે. જન્મકુંડળીમાં ચંદ્ર અને શનિની યુતિ , પ્રતિયુતિ , પરસ્પર દ્રષ્ટિ સંબંધ કે રાશિ પરિવર્તન સંબંધ વિષ યોગનું ફળ આપી શકે છે. ચંદ્ર પર શનિની ત્રીજી , સાતમી કે દસમી દ્રષ્ટિ પડવા પર પણ વિષ યોગ સમાન ફળ મળવાની સંભાવના રહે  છે. ચંદ્ર અને શનિ અંશ અનુસાર જેટલાં નજીક રહેલાં હશે તેટલો વિષ યોગનો પ્રભાવ વધુ રહેશે. વિષ યોગનો પ્રભાવ ચંદ્