પોસ્ટ્સ

મે, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જ્યોતિષ દ્વારા કમાણી

છબી
ઘણાં લોકો જ્યોતિષ શીખવાં માટે ઉત્સુકતા દર્શાવતા હોય છે. એ પાછળનું કારણ પૂછીએ તો ઘણીવાર જાણવાં મળે કે જ્યોતિષ શીખીને કમાણી કરવી છે. જો ‘ કમાણી ’ કરવી એ જ જ્યોતિષ શીખવાં પાછળનો હેતુ હોય તો તે તદ્દન અયોગ્ય અભિગમ કહી શકાશે. જ્યોતિષ એ દૈવીય વિજ્ઞાન છે અને તેનો પહેલો અને એકમાત્ર હેતુ લોકોની મદદ કરવાનો જ હોઈ શકે. હા , એનો મતલબ એમ નથી કે જ્યોતિષ નિ:શુલ્ક જોવાનું હોય. દક્ષિણા તો વૈદિક ફિલસૂફીનું અભિન્ન અંગ છે. આપવું અને લેવું એ આ સંસારનો નિયમ છે. પરંતુ જ્યોતિષની મદદથી પૈસા કમાઈ લેવાં છે કે આવકનું સાધન ઊભું કરવું છે તો આ રસ્તો તમારાં માટે નથી. સૌ પ્રથમ તો જ્યોતિષ એ કંઈ ચપટી વગાડતાં શીખી જવાય એવી વિદ્યા નથી કે આમ શીખી ગયાં અને આમ કમાવાં લાગ્યાં. આ તો વર્ષોની એકધારી સતત સાધના અને સમર્પણનું પરિણામ હોય છે. ઉપરાંત કોઈ દૈવીય વિજ્ઞાનનો સ્વાર્થ માટે ઉપયોગ ફક્ત અને ફક્ત કર્મના બંધનમાં વધારો કરે છે. જ્યોતિષ જરૂર શીખો , પરંતુ તે શીખવાનો હેતુ આધ્યાત્મિક હોવો જોઈએ. ભૌતિક હેતુ અશુભ કર્મના પટારાનો ભાર વધારવા સિવાય બીજું કશું નહિ કરી શકે.