જ્યોતિષ અને કવિતા
મારા ગમતાં કવિઓમાંના એક છે શ્રી વિપિન પરીખ. અછાંદસ કાવ્યો માટે પ્રખ્યાત એવા શ્રી વિપિન પરીખના કાવ્યોમાં સંવેદનશીલતા, કટાક્ષ અને વેદનાનો સુભગ સમન્વય જોવા મળે છે. ખાસ કરીને તેમના કાવ્યોનો અંત ચોટદાર જોવા મળે છે. શ્રી વિપિન પરીખના કાવ્યોમાં જ્યોતિષ કે જ્યોતિષ સંબંધિત બાબતોનો ઉલ્લેખ પણ ઘણીવાર જોવા મળે છે. આથી લાગે છે કે કવિશ્રી જરૂર જ્યોતિષ વિષયમાં રસ કે અભ્યાસ ધરાવતા હશે. આજે જ્યોતિષના વાંચનને બાજુ પર રાખીને તેમની થોડી ચૂંટેલી કવિતાઓ માણીએ J અવદશા વાવાઝોડું તો પસાર થઈ જશે સમય પડખું પણ બદલશે , શનિ દશા , રાહુ અંતરદશા જશે ને ગુરુ ધીમાં-ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં , વાદળો તો ખસશે આકાશમાંથી ; પણ સૂરજના ઊગવામાં હું શ્રદ્ધા ખોઈ બેસીશ તો ? શાણા માણસો કહે છે: બધું ઠીક થઈ જશે થોડા સમયમાં , પણ ત્યાં સુધીમાં હું હસવાનું ભૂલી જઈશ તો ? - વિપિન પરીખ બિછાનામાં પ્રત્યેક ક્ષણે દીકરી મોટી થતી જાય છે પ્રત્યેક ક્ષણે એની આંખો કોરી થતી જાય છે. માને આજીજી કરે છે : ‘મા, મારા માટે મુરતિયો લાવ, કોઈ પણ...!’ મા બારણાં ખટખટાવતી જ રહી. મહેલોનાં પણ, હવે ચાલીઓનાં પ...