પોસ્ટ્સ

જુલાઈ, 2011 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મુંબઈ સમાચાર પંચાગ વિ.સં. ૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)

પ્રિય વાચકમિત્રો, આપ મારો વધુ એક લેખ 'આત્મકારક' મુંબઈ સમાચાર પંચાગ વિ.સં.૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)માં વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્ક્સ જણાવશો.

જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)

પ્રિય વાચકમિત્રો, જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)માં આપ મારો 'ગુલિક' એ વિષય પરનો લેખ વાંચી શકશો. ગુલિક એ શનિનો ઉપગ્રહ છે. લેખમાં ગુલિકની ગણતરી કરવાની રીત આપીને ફળાદેશમાં તેના મહત્વ વિશે સમજાવેલ છે. ગુલિક અને માન્દિ વિશે પ્રવર્તતી મૂંઝવણ વિશે ચર્ચા કરેલ છે. ગુલિકનું બાર ભાવમાં ફળ, નૈસર્ગિક કારક ગ્રહો સાથેની તેની યુતિ અને તેના દ્વારા રચાતા રાજયોગ વિશે ચર્ચા કરેલ છે. આ ઉપરાંત ગુલિક દ્વારા કઈ રીતે આયુષ્યકાળ અને મારક દશાઓ કઈ રીતે નક્કી કરવી તે વિશે પણ ઉદાહરણ સહિત ચર્ચા કરેલ છે. આશા રાખું છુ જ્યોતિષરસિક મિત્રોને આ લેખ ઉપયોગી બનશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો જણાવવાનું ભૂલશો નહિ.

રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો (૨૦૧૧) બાર રાશિ પર પ્રભાવ

તા.૬.૬.૨૦૧૧ના રોજ રાહુએ વૃશ્ચિક રાશિમાં અને કેતુએ વૄષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ તા.૨૩.૧૨.૨૦૧૨ સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે ૧૮ મહિના સુધી ગોચર ભ્રમણ કરે છે. શનિ અને ગુરુ ઉપરાંત રાહુ-કેતુ મંદ ગતિથી ભ્રમણ કરતા હોવાથી અને એક રાશિમાં લાંબો સમય રહેતા હોવાથી તેમનું રાશિ પરિવર્તન અગત્યનુ બની રહે છે. રાહુ-કેતુનુ આ રાશિ પરિવર્તન બાર રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે તે જોઈએ. અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો અને દશા-મહાદશા પર રહેલો છે. મેષ (અ, લ, ઈ) રાહુ અષ્ટમસ્થાનમાં અને કેતુ દ્વિતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. અચાનક અથવા અણધારી સંપતિ પ્રાપ્ત થઈ શકે છે. વારસાગત અથવા શેર-સટ્ટાથી ધનલાભ થાય. જીવનસાથી અથવા શ્વસુરપક્ષ તરફથી પણ ધનલાભ થઈ શકે છે. આમ છતાં ખર્ચાઓમાં વધારો થાય અને નાણાકીય ખેંચનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમ્યાન લોન લેવાથી અને શેરબજારમાં નવું રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ નોકરી-વ્યવસાય માટે સમય પ્રતિકૂળ રહે. આ સમય દરમ્યાન નોકરી બદલવાથી દૂર રહેવું. મહેનત કરવા છતાં ફળની પ્રાપ્તિ ન થાય તેવું બની શકે