પોસ્ટ્સ

દક્ષિણાયન લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

મકર સંક્રાંતિ

સંક્રાતિ એટલે કે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ. સૂર્ય દર એક મહિને રાશિ બદલે છે એટલે આમ તો સંક્રાતિ દર મહિને થાય છે. સૂર્ય જયારે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરે તેને મેષ સંક્રાતિ થઈ કહેવાય છે. મેષ સંક્રાતિએ નવા સૌર વર્ષની શરૂઆત થાય છે. સૂર્ય જ્યારે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે તેને વૃષભ સંક્રાતિ થઈ કહેવાય. આ રીતે સૂર્ય જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાતિ કહે છે. મકર સંક્રાતિ આગવું મહત્વ ધરાવે છે. મકર સંક્રાતિના દિવસથી સૂર્ય ક્રમે ક્રમે પૃથ્વીની ઉત્તર તરફ આગળ વધે છે. આથી જ તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. આમ તો ઉત્તરાયણની શરૂઆત જ્યારે સાયન સૂર્ય ૨૨મી ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારથી થઈ જાય છે. પરંતુ નિરયન સૂર્ય ૧૪મી જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી ભારતીય જ્યોતિષ મુજબ ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ મનાવવામાં આવે છે. એક વર્ષ ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. સૂર્યનાં મકર રાશિથી લઈને મિથુન રાશિ સુધીનાં ભ્રમણને ઉત્તરાયણ અને કર્ક રાશિથી લઈને ધનુ રાશિ સુધીના ભ્રમણને દક્ષિણાયન કહે છે. દક્ષિણાયનમાં સૂર્ય ફરી દક્ષિણ...