પોસ્ટ્સ

ઑગસ્ટ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૮૦ (નવેમ્બર ૨૦૨૩થી માર્ચ ૨૦૨૫)

છબી
નમસ્તે મિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં. 2080 (નવેમ્બર 2023થી માર્ચ 2025)માં આપ મારો 'નામની પસંદગી અને નામ નક્ષત્ર' નામક લેખ વાંચી શકશો. નવા જન્મેલાં બાળક માટે યોગ્ય નામની પસંદગી કઈ રીતે કરશો? હાલનું નામ શું બદલવું જરૂરી છે? નામ રાશિ ધ્યાનમાં લેવી કે જન્મ રાશિ? જન્મના સમયની જાણકારી ન હોય ત્યારે શું ફક્ત નામ પરથી કુંડળી બની શકે? નામ નક્ષત્ર એટલે શું? નામ નક્ષત્રની જાતકના જીવનમાં શું અસર પડે છે? આ બધાં જ પ્રશ્નોના જવાબ પ્રસ્તુત લેખમાંથી મળી શકશે. આભાર   

રક્ષાબંધન ૨૦૨૩ શુભ મુહૂર્ત

છબી
Adbh266, CC BY-SA 4.0 , via Wikimedia Commons પંચાંગ અનુસાર વર્ષ ૨૦૨૩માં શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ઓગસ્ટ ૩૦ , ૨૦૨3ના રોજ બુધવારના દિવસે સવારે ૧0.૫૮ કલાકે પ્રારંભ થવા જઈ રહી છે. આ તિથિ ઓગસ્ટ ૩૧ , ૨૦૨3 , ગુરુવારના રોજ સવારે ૦૭.૦૫ કલાક સુધી રહેશે. પૂર્ણિમા તિથિ આરંભ: ઓગસ્ટ ૩૦ , ૨૦૨૩ના સવારે ૧૦.૫૮ કલાકે   પૂર્ણિમા તિથિ અંત: ઓગસ્ટ ૩૧ , ૨૦૨૩ના સવારે ૦૭.૦૫ કલાકે રક્ષાબંધન દરમિયાન ભદ્રાનો સમય રક્ષાબંધનમાં ભદ્રા રહિત મુહૂર્તને પ્રાથમિકતા આપવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાએ ભદ્રા રહિત મુહૂર્તમાં જ રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ દિવસે ભદ્રાનો સમય નીચે મુજબ છે. ભદ્રાનો સમય: સવારે ૧૦.૫૮ થી રાત્રિ ૦૯.૦૧ સુધી – અશુભ કાળ ભદ્રા મૂળભૂત રીતે શુભ મુહૂર્તમાં અતિ દૂષિત કાળ તરીકે ગણવામાં આવી છે. ભદ્રાના પરિહારના અમુક નિયમો શાસ્ત્રોમાં આપવામાં આવ્યાં છે. આ પરિહારના નિયમો અત્યંત આવશ્યકતા હોય કે અનિવાર્ય પરિસ્થિતિ હોય ત્યારે જ ઉપયોગમાં લેવાં જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સમગ્ર ભદ્રાકાળનો સમય ત્યાગવો યોગ્ય ગણાય છે. આ વર્ષે પણ શક્ય હોય તો રક્ષાબંધન રાત્રિના ૦૯.૦૧ કલાકે ભદ્રા સમાપ્ત