રક્ષાબંધન ૨૦૨૩ શુભ મુહૂર્ત

Adbh266, CC BY-SA 4.0 , via Wikimedia Commons

પંચાંગ અનુસાર વર્ષ ૨૦૨૩માં શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ઓગસ્ટ ૩૦, ૨૦૨3ના રોજ બુધવારના દિવસે સવારે ૧0.૫૮ કલાકે પ્રારંભ થવા જઈ રહી છે. આ તિથિ ઓગસ્ટ ૩૧, ૨૦૨3, ગુરુવારના રોજ સવારે ૦૭.૦૫ કલાક સુધી રહેશે.

પૂર્ણિમા તિથિ આરંભ: ઓગસ્ટ ૩૦, ૨૦૨૩ના સવારે ૧૦.૫૮ કલાકે  

પૂર્ણિમા તિથિ અંત: ઓગસ્ટ ૩૧, ૨૦૨૩ના સવારે ૦૭.૦૫ કલાકે

રક્ષાબંધન દરમિયાન ભદ્રાનો સમય

રક્ષાબંધનમાં ભદ્રા રહિત મુહૂર્તને પ્રાથમિકતા આપવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાએ ભદ્રા રહિત મુહૂર્તમાં જ રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ દિવસે ભદ્રાનો સમય નીચે મુજબ છે.

ભદ્રાનો સમય: સવારે ૧૦.૫૮ થી રાત્રિ ૦૯.૦૧ સુધી – અશુભ કાળ

ભદ્રા મૂળભૂત રીતે શુભ મુહૂર્તમાં અતિ દૂષિત કાળ તરીકે ગણવામાં આવી છે. ભદ્રાના પરિહારના અમુક નિયમો શાસ્ત્રોમાં આપવામાં આવ્યાં છે. આ પરિહારના નિયમો અત્યંત આવશ્યકતા હોય કે અનિવાર્ય પરિસ્થિતિ હોય ત્યારે જ ઉપયોગમાં લેવાં જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સમગ્ર ભદ્રાકાળનો સમય ત્યાગવો યોગ્ય ગણાય છે. આ વર્ષે પણ શક્ય હોય તો રક્ષાબંધન રાત્રિના ૦૯.૦૧ કલાકે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ મનાવવું શુભ રહેશે. અનિવાર્ય સ્થિતિમાં નીચે આપેલ પરિહારના નિયમને અનુસરી શકાય છે.

ભદ્રાનું મુખ અને ભદ્રાની પૂંછ

ભદ્રા પૂંછ: સાંજે ૦૫.૩૦ કલાક થી સાંજે ૦૬.૩૧ કલાક સુધી

ભદ્રા મુખ: સાંજે ૦૬.૩૧ કલાક થી રાત્રિ ૦૮.૧૧ કલાક સુધી

કેટલાંક લોકોનું માનવું છે કે ભદ્રાનો મુખ કાળ વિશેષ રૂપથી ત્યાજ્ય સમય ગણાય છે. જ્યારે ભદ્રાની પૂંછમાં કાર્ય કરવાથી કોઈ દોષ લાગતો નથી. 

૨૦૨૩ રક્ષાબંધન શુભ મુહૂર્ત

ઓગસ્ટ ૩૦, ૨૦૨૩ના રાત્રિના ભદ્રાકાળ સમાપ્ત થયા બાદ રાત્રિના ૦૯.૦૧ કલાકથી લઈને ઓગસ્ટ ૩૧, ૨૦૨૩ના પ્રાત:કાળ ૦૭.૦૫ કલાક સુધીના સમય દરમિયાન રાખડી બાંધવી શુભ રહેશે. રાખડી બાંધવા માટે અપરાહ્નનો સમય એટલે કે બપોરનો સમય વિશેષ યોગ્ય માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે બપોરના સમય દરમિયાન ભદ્રાકાળ હોવાથી પ્રદોષ કાળમાં રાખડી બાંધવી વિશેષ શુભ રહી શકે છે.

ઓગસ્ટ ૩૦, ૨૦૨૩ - પ્રદોષકાળ શુભ મુહૂર્ત  

રાજકોટ:  રાત્રિ ૦૯.૦૧ થી ૦૯.૨૩ કલાક સુધી

અમદાવાદ: રાત્રિ ૦૯.૦૧ થી ૦૯.૧૬ કલાક સુધી

વડોદરા: રાત્રિ ૦૯.૦૧ થી ૦૯.૧૩ કલાક સુધી

સુરત: રાત્રિ ૦૯.૦૧ થી ૦૯.૧૪ કલાક સુધી

મુંબઈ: રાત્રિ ૦૯.૦૧ થી ૦૯.૧3 કલાક સુધી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર