પોસ્ટ્સ

જૂન, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગ્રહોની અવસ્થા

જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને અન્ય પરિસ્થિતિને આધારે તેમને જુદી-જુદી અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની પાંચ પ્રકારની અવસ્થા વર્ણવાયેલી છે. ૧. બાલ આદિ અવસ્થા(૫ અવસ્થા) ગ્રહોના અંશને આધારે તેમને (૧)બાલાવસ્થા, (૨)કુમારાવસ્થા, (૩)યુવાવસ્થા, (૪)વૃદ્ધાવસ્થા અને (૫)મૃતાવસ્થા - આ પ્રકારે પાંચ અવસ્થામાં વહેંચવામાં આવે છે. વિષમ રાશિ(એકી રાશિ)ના પહેલાં ૬ અંશ બાલાવસ્થા, બીજા ૬ અંશ(૭ થી ૧૨) કુમારાવસ્થા, ત્રીજા ૬ અંશ(૧૩ થી ૧૮) યુવાવસ્થા, ચોથા ૬ અંશ(૧૯ થી ૨૪) વૃદ્ધાવસ્થા અને છેલ્લાં ૬ અંશ(૨૫ થી ૩૦) મૃતાવસ્થા ગણવામાં આવે છે. સમ રાશિ(બેકી રાશિ)માં આથી ઉલટું ગણવું. એટલે કે પહેલાં ૬ અંશ મૃતાવસ્થા, બીજા ૬ અંશ વૃદ્ધાવસ્થા વગેરે. બાલાવસ્થામાં રહેલો ગ્રહ ૧/૪ ફળ, કુમારાવસ્થામાં રહેલો ગ્રહ ૧/૨ ફળ, યુવાવસ્થામાં રહેલો ગ્રહ પૂર્ણ ફળ, વૃદ્ધાવસ્થામાં રહેલો ગ્રહ અતિ અલ્પ ફળ અને મૃતાવસ્થામાં રહેલો ગ્રહ કંઈ પણ ફળ આપતો નથી. ૨. જાગ્રત આદિ અવસ્થા(૩ અવસ્થા) ગ્રહ પોતાની રાશિમાં કે ઉચ્ચ રાશિમાં સ્થિત હોય તો જાગ્રત અવસ્થામાં રહેલો કહેવાય છે. મિત્ર રાશિ કે સમ રાશિમાં સ્થિત ગ્રહ સ્વપ્ન અવસ્થામાં રહેલો