પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શારદીય નવરાત્રિ 2022 ઘટસ્થાપન મુહૂર્ત

છબી
સોમવાર , 26 સપ્ટેમ્બર , 2022 થી શારદીય નવરાત્રિનો આરંભ થશે. સૂર્યોદય થયાનાં પહેલાં ચાર કલાકની અંદર ઘટસ્થાપન કરવું શુભ રહે છે. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાય છે. દ્વિસ્વભાવ લગ્નમાં ઘટસ્થાપન કરવું શુભ ગણાય છે. શારદીય નવરાત્રિ 2022 ના પ્રારંભ સમયે પ્રતિપદા તિથિએ પ્રાત:કાળે દ્વિસ્વભાવ કન્યા લગ્ન પ્રવર્તશે. તે સમયનું શુભ મુહૂર્ત આપેલ છે. સામાન્ય જન ચોઘડિયાં અનુસાર મુહૂર્ત જુએ છે , પરંતુ ચોઘડિયાં અનુસાર ઘટસ્થાપન કરવા અંગે શાસ્ત્રો સલાહ આપતાં નથી. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી બપોર બાદ ઘટસ્થાપન કરવાનું પણ ટાળવું જોઈએ. vaidyarupal, CC BY 2.0 , via Wikimedia Commons પ્રતિપદા તિથિ આરંભ: 03 : 23  AM, સપ્ટેમ્બર 26 , 2022 પ્રતિપદા તિથિ અંત: 03:08 AM, સપ્ટેમ્બર 27, 2022 ઘટસ્થાપન માટે સપ્ટેમ્બર 2 6, 2022 ના રોજના મુહૂર્ત: રાજકોટ: સવારે 06.37 AM થી 08.12 AM ( કન્યા લગ્ન) બપોરે 12.14 PM થી 01 .02 PM (અભિજીત) અમદાવાદ: સવારે 06. 29 AM થી 0 8 . 05 AM (કન્યા લગ્ન) બપોરે 12.07 PM થી 12 .5 5 PM (અભિજીત) વડોદરા: સવારે 06.2 7 AM થી 0 8 . 02 AM ( કન્યા લગ્ન) બપોરે

પિતૃ સૂક્ત

છબી
પૂર્ણ સમર્પણ ભાવથી પિતૃ સૂક્તના પાઠ કરવાથી પિતૃદોષની શાંતિ થાય છે. સર્વ પ્રકારની બાધાઓ દૂર થઈને જીવનમાં ઉન્નતિ સાધી શકાય છે. પિતૃ સૂક્ત ઉપરાંત “ પિતૃ સ્તોત્ર ”ના પાઠ પણ કરી શકાય છે. એ પાઠ કરવાથી પણ સદૈવ પિતૃના આશીર્વાદ બની રહે છે.   Pixabay ॥ પિતૃસૂક્ત ॥ ઉદિરતામવર ઉત્પરાસ ઉન્મધ્યમા: પિતર: સોમ્યાસ: । અસું ય ઈયુરવૃકા ઋતજ્ઞાસ્તે નો s વન્તુ પિતરો હવેષુ ॥ ૧॥ અંગિરસો ન: પિતરો નવગ્વા અથર્વાણો ભૃગવ: સોમ્યાસ: । તેષાં વયમ સુમતૌ યજ્ઞિયાનામપિ ભદ્રે સૌમનસે સ્યામ ॥ ૨॥ યે ન: પૂર્વે પિતર: સોમ્યાસો s નૂહિરે સોમપીથં વસિષ્ઠા: । તોભિર્યમ: સં રરાણો હર્વી ષ્યુશન્નુશદભિ: પ્રતિકામમત્તુ ॥ ૩॥ ત્વં સોમ પ્ર ચિકિતો મનીષા ત્વં રજિષ્ઠમનુ નેષિ પન્થામ । તવ પ્રણીતી પિતરો ન ઈન્દો દેવેષુ રત્નમભજન્ત ધીરા: ॥ ૪॥ ત્વયા હિ ન: પિતર: સોમ પૂર્વે કર્માણિ ચકુ: પવમાન ધીરા: । વન્વન્નવાત: પરિધીન રપોર્ણુ વીરેભિરશ્વૈર્મઘવા ભવા ન: ॥ ૫॥ ત્વં સોમ પિતૃભિ: સંવિદાનો s નુ દ્યાવાપૃથિવી આ તતન્થ । તસ્મૈ ત ઈન્દો હવિષા વિધેમ વયં સ્યામ પતયો રયીણામ ॥ ૬॥ બર્હિષદ: પિતર ઉત્યર્વાગિમા વો હવ્યા ચકૃમા જુષધ્વમ । ત આ ગતાવસા શન્તમ

પિતૃ સ્તોત્ર (અર્થ સહિત)

છબી
માર્કંડેય પુરાણ(૯૪/૩-૧૩)માં મહાત્મા રુચિ દ્વારા કરાયેલી પિતૃઓની સ્તુતિ “પિતૃ સ્તોત્ર” કહેવાય છે. આ પિતૃ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃઓની સંતુષ્ટિ એક સુખી જીવન હેતુ અત્યંત આવશ્યક છે. શ્રાદ્ધ પક્ષમાં તો પિતૃઓની પૂજા-અર્ચના થાય જ છે ,  પરંતુ જો રોજબરોજના જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં અનેક સુખોનું આગમન થઈ શકે છે. પિતૃ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ અને પ્રસન્નતા તો પ્રાપ્ત થાય જ છે પરંતુ તે ઉપરાંત તેઓ આપણાં પર આવનાર અનેક પ્રકારના સંકટોને પણ હરી લે છે.  જે વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તે જો આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળીનો પિતૃ દોષ સમાપ્ત થવાં લાગે છે અને તેનું અશુભ પરિણામ મળતું બંધ થાય છે. Biswarup Ganguly, CC BY 3.0 , via Wikimedia Commons   ॥ અથ પિતૃસ્તોત્ર ॥ અર્ચિતાનામમૂર્તાનાં પિતૃણાં દીપ્તતેજસામ । નમસ્યામિ સદા તેષાં ધ્યાનિનાં દિવ્યચક્ષુષામ ॥ અર્થ: જે સૌના દ્વારા પૂજા કરવાં યોગ્ય , અમૂર્ત , અત્યંત તેજસ્વી , ધ્યાની તથા દિવ્યદ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે તે પિતૃઓને હું સદા પ્રણામ કરું છું. ઈન્

પ્રેમલગ્ન અને લગ્નમેળાપક

છબી
આ બ્લોગ પર મે એક લેખ ‘ પ્રેમ , આકર્ષણ અને મૈત્રીના યોગો ’ પોસ્ટ કરેલ છે. એ લેખમાં મેં લખ્યું છે : સુપ્રસિદ્ધ જ્યોતિષ ગ્રંથ પ્રશ્ન માર્ગ ( ચિત્તાનુફૂલ્ય, શ્લોક ૫૫, ૫૬) સ્પષ્ટરૂપે કહે છે કે “એક સ્ત્રી અને પુરુષ એકબીજાને પ્રેમ કરતા હોય તો કુંડળી ન મળતી હોય છતાં લગ્નગ્રંથિથી જોડાય શકે છે. લગ્ન સંબંધી આ એક ખૂબ મહત્વની બાબત છે. એક પુરુષ કે જે સ્ત્રીને અંત:કરણપૂર્વક શુદ્ધ ભાવે અને ખરા હૃદયથી પ્રેમ કરે છે તેણે તેની સાથે લગ્ન કરવા જોઈએ. શુદ્ધ પવિત્ર પ્રેમ એ બીજા કોઈ પણ ગુણ કરતા મહાન છે” Pixabay એ વાંચીને એક વાચક મિત્રએ એક સરસ અને મહત્વનો પ્રશ્ન ઉઠાવેલો છે. પ્રશ્ન: આપ અને અન્ય જોષીઓ પણ એમ કહે છે કે છોકરા છોકરી પરસ્પર પ્રેમ કરતા હોય તો મેળાપક જોવાની જરૂર નથી , પણ તો પછી પ્રેમલગ્ન પ્રેમ લગ્નો પણ તૂટી જાય છે , તેનું શું ? ઉત્તર: મારું નમ્રપણે માનવું છે કે આ દુનિયામાં રહેતાં લાખો - કરોડો-અબજો આત્મામાંથી ભગવાન જો કોઈ બે ચોક્કસ આત્માનો આ પૃથ્વી પર મેળાપ કરાવે અને એમને પરસ્પર પ્રેમમાં પાડે તો પછી એ ભગવાનની મરજી હોય છે. ગત જન્મોનાં કોઈ ઋણાનુબંધને લીધે જ એ બે વ્યક્તિઓ એકબીજાંના પરિચયમાં આ જન્મમ

ગુરુ અને બુધની અંશાત્મક પ્રતિયુતિ - સપ્ટેમ્બર ૨૦૨૨

છબી
Pixabay હાલ ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને બુધ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. સપ્ટેમ્બર 3 , ૨૦૨૨ના રોજ પ્રાત:કાળે ૦૭.૧૯ કલાકે ગુરુ અને બુધ અંશાત્મક પ્રતિયુતિમાં આવશે. અંશાત્મક પ્રતિયુતિ એટલે જેટલાં અંશ ઉપર એક ગ્રહ હોય તેટલાં જ અંશ પર સામેની રાશિમાં બીજો ગ્રહ હોય. સપ્ટેમ્બર 3 અને તેની પહેલાં અને પછીના આજુ-બાજુના એક-બે દિવસો એ માનસિક ધ્યાન અને એકાગ્રતા માંગતી પ્રવૃતિઓ માટે શ્રેષ્ઠ સમય કહી શકાય. આ દિવસો દરમિયાન અગત્યની મીટીંગ કરવી કે પછી કશુંક નવું શીખવું કે નવા ક્લાસ કરવાં કે પછી મુસાફરી કરવી ઉત્તમ રહી શકે છે. આ સમય દરમિયાન હાથ ધરેલી પ્રવૃતિઓમાં ગુરુનું જ્ઞાન અને બુધની શીખી લેવાની આવડત ભળવાથી ભાવિ સફળતાનો પાયો નખાય શકે છે. ગુરુ અને બુધની અંશાત્મક પ્રતિયુતિની આ શુભ ઉર્જાનો પૂર્ણરૂપે ફાયદો ઉઠાવવાની કોશિશ કરવી જોઈએ. હાલનો મીનનો ગુરુ અને કન્યાનો બુધ ત્રણ વખત પરસ્પર અંશાત્મક દ્રષ્ટિસંબંધમાં આવશે. પહેલી વખત સપ્ટેમ્બર 3 ના રોજ અને ત્યારબાદ સપ્ટેમ્બર ૧૯ અને ઓક્ટોબર ૧૨ના રોજ અંશાત્મક પ્રતિયુતિ રચાશે. આ તકને ઝડપી લઈને યોજનાઓ ઘડવી શુભ રહી શકે છે.