પિતૃ સ્તોત્ર (અર્થ સહિત)

માર્કંડેય પુરાણ(૯૪/૩-૧૩)માં મહાત્મા રુચિ દ્વારા કરાયેલી પિતૃઓની સ્તુતિ “પિતૃ સ્તોત્ર” કહેવાય છે. આ પિતૃ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃઓની સંતુષ્ટિ એક સુખી જીવન હેતુ અત્યંત આવશ્યક છે. શ્રાદ્ધ પક્ષમાં તો પિતૃઓની પૂજા-અર્ચના થાય જ છેપરંતુ જો રોજબરોજના જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં અનેક સુખોનું આગમન થઈ શકે છે. પિતૃ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ અને પ્રસન્નતા તો પ્રાપ્ત થાય જ છે પરંતુ તે ઉપરાંત તેઓ આપણાં પર આવનાર અનેક પ્રકારના સંકટોને પણ હરી લે છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તે જો આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળીનો પિતૃ દોષ સમાપ્ત થવાં લાગે છે અને તેનું અશુભ પરિણામ મળતું બંધ થાય છે.

Biswarup Ganguly, CC BY 3.0 , via Wikimedia Commons

 અથ પિતૃસ્તોત્ર

અર્ચિતાનામમૂર્તાનાં પિતૃણાં દીપ્તતેજસામ

નમસ્યામિ સદા તેષાં ધ્યાનિનાં દિવ્યચક્ષુષામ

અર્થ: જે સૌના દ્વારા પૂજા કરવાં યોગ્ય, અમૂર્ત, અત્યંત તેજસ્વી, ધ્યાની તથા દિવ્યદ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે તે પિતૃઓને હું સદા પ્રણામ કરું છું.

ઈન્દ્રાદીનાં ચ નેતારો દક્ષમારિચયોસ્તથા

સપ્તર્ષીણાં તથાન્યેષાં તાન નમસ્યામિ કામદાન

અર્થ: જે ઈન્દ્ર આદિ સમસ્ત દેવતાઓ, દક્ષ, મારીચ, સપ્તર્ષિઓ તથા અન્યોના પણ નેતા છે, એવાં દરેક મનોકામનાની પૂર્તિ કરનાર પિતૃઓને હું પ્રણામ કરું છું.

મન્વાદીનાં મુનીન્દ્રાણાં સૂર્યાચન્દ્રમસોસ્તથા  

તાન નમસ્યામ્યહં સર્વાન પિતૃનપ્સૂદધાવપિ

અર્થ: જે મનુ આદિ રાજર્ષિઓ, મુનિશ્વરો તથા સૂર્યદેવ અને ચંદ્રદેવના પણ નાયક છે, તે સમસ્ત પિતૃઓને હું જળ અને સમુદ્રમાં પણ પ્રણામ કરું છું.

નક્ષત્રાણાં ગ્રહાણાં ચ વાય્વગ્ન્યોર્નભસસ્તથા

દ્યાવાપૃથિવોવ્યોશ્ચ તથા નમસ્યામિ કૃતાજંલિ:

અર્થ: નક્ષત્રો, ગ્રહો, વાયુ, અગ્નિ, આકાશ અને દ્યુલોક તથા પૃથ્વીના પણ જે નેતા છે, તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. સદૈવ તેમનાં આશીર્વાદ મારા પર બની રહે.

દેવર્ષીણાં જનિતૃંશ્ચ સર્વલોકનમસ્કૃતાન

અક્ષય્યસ્ય સદા દાતૃન નમસ્યેહં કૃતાજંલિ:

અર્થ: જે દેવર્ષિઓના જન્મદાતા, સમસ્ત લોકો દ્વારા વંદિત તથા સદા અક્ષય ફળને આપનાર છે, તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું.

પ્રજાપતે: કશ્યપાય સોમાય વરુણાય ચ

યોગેશ્વરેભ્યશ્ચ સદા નમસ્યામિ કૃતાંજલિ:

અર્થ: પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વરોના રૂપમાં સ્થિત પિતૃઓને સદા હાથ જોડીને સદૈવ પ્રણામ કરું છું.

નમો ગણેભ્ય: સપ્તભ્યસ્તથા લોકેષુ સપ્તસુ

સ્વયમ્ભુવે નમસ્યામિ બ્રહ્મણે યોગચક્ષુષે

અર્થ: સાત લોકમાં સ્થિત સાત પિતૃગણોને પ્રણામ છે. હું યોગદ્રષ્ટિસંપન્ન સ્વયંભૂ જગતપિતા બ્રહ્માજીને પ્રણામ કરું છું. સદૈવ આપના આશીર્વાદ મારા પર બની રહે.

સોમાધારાન પિતૃગણાન યોગમૂર્તિધરાંસ્તથા

નમસ્યામિ તથા સોમં પિતરં જગતામહમ

અર્થ: ચંદ્રદેવના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગમૂર્તિધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું. સાથે જ સંપૂર્ણ જગતના પિતા સોમને પ્રણામ કરું છું. સદૈવ તેમનાં આશીર્વાદ મારા પર બની રહે.

અગ્રિરુપાંસ્તથૈવાન્યાન નમસ્યામિ પિતૃનહમ

અગ્નીષોમમયં વિશ્વં યત એતદશેષત:

અર્થ: અગ્નિસ્વરૂપ અન્ય પિતૃઓને હું પ્રણામ કરું છું. કારણકે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમમય છે. તેમનાં આશીર્વાદ સદૈવ બની રહે.

યે તુ તેજસિ યે ચૈતે સોમસૂર્યાગ્નિમૂર્તય:

જગત્સ્વરુપિણશ્ચૈવ તથા બ્રહ્મસ્વરુપિણ:

તેભ્યોખિલેભ્યો યોગિભ્ય: પિતૃભ્યો યતમાનસ:

નમો નમો નમસ્તે મે પ્રસીદન્તુ સ્વધાભુજ:

અર્થ: જે પિતૃઓ તેજમાં સ્થિત છે, જે આ ચંદ્રમા, સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે તથા જે જગત્સ્વરૂપ તેમજ બ્રહ્મસ્વરૂપ છે, તે સંપૂર્ણ યોગી પિતૃઓને હું એકાગ્ર ચિત્ત થઈને દરેક વાર પ્રણામ કરું છું. તેમને વારંવાર પ્રણામ છે. તે સ્વધાભોજી પિતૃઓ મારા પર પ્રસન્ન થાય અને તેમનાં આશીર્વાદ સદૈવ મારા પર બની રહે.

www.VinatiAstrology.com

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર