પોસ્ટ્સ

એપ્રિલ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હરિઈચ્છા બલીયસી

છબી
હરિની ઈચ્છા બળવાન હોય છે.  Public domain, via Wikimedia Commons દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હોવાં ઉપરાંત જ્યોતિષશાસ્ત્રનું બહોળું જ્ઞાન ધરાવતાં હતાં. એકવાર નારદ વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુએ નારદને પૂછ્યું – નારદ , જ્યોતિષ અનુસાર વર્ષાનો કોઈ યોગ દેખાય છે ? નારદે પંચાંગ જોઈને કહ્યું કે પ્રભુ , વર્ષા થવાની દૂર-દૂર સુધી કોઈ સંભાવના નથી. નારદે આટલું કહ્યું તો ખરું , પરંતુ ઘરથી બહાર નીકળ્યાં તો વર્ષાથી સુરક્ષિત રહેવાં માટે મસ્તક પર કામળી ઓઢી લીધી. આ જોઈને વિષ્ણુએ પૂછ્યું કે નારદ , શાં માટે આ અગમચેતી ? કે જ્યારે વર્ષા થવાનો કોઈ યોગ નથી. નારદે કહ્યું કે પ્રભુ , મેં  તો પંચાંગ અનુસાર આગાહી કરી છે. આપના મન અનુસાર નહિ. આખરે થશે તો એ જ જે આપની ઈચ્છા હશે.