હરિઈચ્છા બલીયસી
હરિની ઈચ્છા બળવાન હોય છે.
![]() |
Public domain, via Wikimedia Commons |
દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હોવાં ઉપરાંત જ્યોતિષશાસ્ત્રનું બહોળું જ્ઞાન ધરાવતાં હતાં. એકવાર નારદ વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુએ નારદને પૂછ્યું – નારદ, જ્યોતિષ અનુસાર વર્ષાનો કોઈ યોગ દેખાય છે? નારદે પંચાંગ જોઈને કહ્યું કે પ્રભુ, વર્ષા થવાની દૂર-દૂર સુધી કોઈ સંભાવના નથી. નારદે આટલું કહ્યું તો ખરું, પરંતુ ઘરથી બહાર નીકળ્યાં તો વર્ષાથી સુરક્ષિત રહેવાં માટે મસ્તક પર કામળી ઓઢી લીધી. આ જોઈને વિષ્ણુએ પૂછ્યું કે નારદ, શાં માટે આ અગમચેતી? કે જ્યારે વર્ષા થવાનો કોઈ યોગ નથી. નારદે કહ્યું કે પ્રભુ, મેં તો પંચાંગ અનુસાર આગાહી કરી છે. આપના મન અનુસાર નહિ. આખરે થશે તો એ જ જે આપની ઈચ્છા હશે.
ટિપ્પણીઓ