પોસ્ટ્સ

ઑક્ટોબર, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષની રચના

છબી
ભોજનકક્ષ એ ઘરની એ જગ્યા છે જ્યાં પરિવારના સભ્યો સાથે મળીને ભોજન કરે છે અને હળવાશની પળોને માણે છે. આ જ જગ્યા છે જ્યાં મહેમાનોની આવભગત કરી તેમને ભોજન પીરસવામાં આવે છે. ભોજન કરતી વખતે ભોજનકક્ષના વાતાવરણની અસર મન પર પડે છે. વાસ્તુશાસ્ત્રના આધારે ભોજનકક્ષનું વાતાવરણ કઈ રીતે હળવાશભર્યુ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવી શકાય તે જોઈએ. * ભોજનકક્ષ માટે પશ્ચિમ દિશા સર્વોત્તમ છે. આ સિવાય પૂર્વ દિશામાં ભોજનકક્ષ બનાવી શકાય. ભોજનકક્ષ અને રસોઇઘર ઘરનાં એક જ માળ પર અને એકબીજાથી નજીક હોવા જોઇએ. * ભોજનકક્ષનું દ્વાર અનુકૂળતા મુજબ પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમ દિશાએ રાખી શકાય. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે મુખ્ય પ્રવેશદ્વાર અને ભોજનકક્ષનું દ્વાર એકબીજાની સામે આવતાં ન હોય. * ડાઈનિંગ ટેબલ ભોજનકક્ષની મધ્યમાં ગોઠવવું જોઈએ. દિવાલોને સ્પર્શીને રહે તે રીતે ન રાખવું જોઈએ. * બીમની નીચે બેઠકવ્યવસ્થા ન આવે તેનું ધ્યાન રાખવું. * દિવાલ સાથે જોડાયેલું ફોલ્ડીંગ ડાઈનિંગ ટેબલ ટાળવું જોઈએ. * ચોરસ અથવા લંબચોરસ આકારનું ડાઈનિંગ ટેબલ શ્રેષ્ઠ ગણાય છે. ગોળ, અંડાકાર કે અન્ય આકારના ડાઈનિંગ ટેબલનો ઉપયોગ યોગ્ય ગણાતો નથી. * ભોજ