પોસ્ટ્સ

કુંભ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ગુરુનો કુંભમાં પ્રવેશ: બાર રાશિઓનું ફળ ૨૦૨૧-૨૨

છબી
એપ્રિલ ૬, ૨૦૨૧ના રોજ રાત્રિના ૧૨.૨૧ કલાકે ગુરુ મહારાજ પોતાની નીચ રાશિ મકરમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ જેવાં નિતાંત શુભ ગ્રહનું રાશિ પરિવર્તન જ્યોતિષ જગત માટે મોટી ઘટના ગણાય છે. ગુરુનું કુંભ રાશિમાં ગોચર ભ્રમણ આજની પરિસ્થિતિના સંદર્ભમાં કેવું રહેશે? બાર રાશિઓને કેવું ફળ આપશે? જુઓ વિડીયો  

બુધના કુંભ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – માર્ચ ૨૦૨૧

છબી
Pixabay માર્ચ ૧૧, ૨૦૨૧ના બપોરે ૧૨.૩૧ કલાકે બુધ મહારાજે મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. અહીં બુધ એપ્રિલ ૧, ૨૦૨૧ સુધીના ટૂંકા ગાળા માટે ભ્રમણ કરશે. કુંભ રાશિ બુધને મિત્ર ગણતાં શનિ મહારાજની રાશિ છે. આથી આ રાશિમાં બુધ સહજતાનો અનુભવ કરે છે. કુંભ રાશિ અગાઉ મકર રાશિમાં બુધનું ભ્રમણ પણ શનિ મહારાજની રાશિમાં હતું. પરંતુ મકર રાશિમાં બુધ પર ગુરુ-શનિની પકડ તેમજ રાહુની દ્રષ્ટિ પડી રહી હતી. આ ઉપરાંત મકર રાશિમાં છ ગ્રહોના જમાવડાંનો હિસ્સો બનેલાં અને વક્રી ભ્રમણમાં રહેલાં બુધ મહારાજ હવે કુંભ રાશિમાં કંઈક અંશે સ્વતંત્રતા અને મોકળાશનો અનુભવ કરી શકશે. આ ભ્રમણને લીધે વિચારો અને કમ્યુનિકેશનમાં સ્પષ્ટતાનો અનુભવ કરી શકાય.  કુંભ રાશિમાં પ્રવેશ સાથે જ બુધનો પોતાના ‘બેસ્ટ ફ્રેન્ડ’ શુક્ર સાથે મેળાપ થયો છે, જે અગાઉથી કુંભ રાશિમાં ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ચ ૧૭, ૨૦૨૧ના શુક્રના મીન રાશિ પ્રવેશ સાથે બુધની શુક્ર સાથેની ‘મિત્ર ગોષ્ઠિ’ સમાપ્ત થશે! શુક્ર ઉપરાંત હાલ સૂર્ય મહારાજ પણ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. બુધના કુંભ રાશિ પ્રવેશ સાથે માર્ચ ૧૪, ૨૦૨૧ સુધી બુધાદિત્ય યોગની રચના થઈ રહી છે. ત્યારબાદ સૂર્ય મહ...

સૂર્યના કુંભ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – ફેબ્રુઆરી 2021

છબી
ગઈકાલે ફેબ્રુઆરી 12, 2021 ના રોજ રાત્રે 09.13 કલાકે સૂર્ય મહારાજ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ગયા. આ સાથે જ ફેબ્રુઆરી 9 થી ફેબ્રુઆરી 12 દરમિયાન મકર રાશિમાં ભેગો થયેલો છ (પ્લુટોનો સમાવેશ કરતાં સાત) ગ્રહોનો જમાવડો વિખેરાવાની શરૂઆત થઈ. ચંદ્ર મહારાજ તો સૂર્ય મહારાજની અગાઉ એમનું સ્વાગત કરવાં કુંભ રાશિમાં પહોંચી ગયા હતાં. હવે ફેબ્રુઆરી 21 , 2021 ના શુક્ર અને માર્ચ 11 , 2021 ના રોજ બુધ પણ મકર રાશિમાંથી નીકળીને કુંભમાં સૂર્ય સાથે જોડાઈ જશે. સૌથી છેલ્લે ગુરુ એપ્રિલ 6 , 2021 ના રોજ મકર રાશિમાંથી નીકળીને કુંભમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ શનિ મહારાજ મકર રાશિમાં એકલાં રહીને ગોચર ભ્રમણ કરશે. મકર અને કુંભ શનિનું સ્વામીત્વ ધરાવતી રાશિઓ છે. શનિ એ સૂર્યનો પુત્ર છે . પિતા અને પુત્રનો સંબંધ હોવાં છતાં સૂર્ય અને શનિ વચ્ચે શત્રુતા રહેલી છે. પરસ્પર વિપરિત ગુણો અને પ્રકૃતિ ધરાવતાં આ બંને ગ્રહોનો સંબંધ સંઘર્ષમય કાળનું સૂચન કરે છે. આથી જ સૂર્યનું શનિની રાશિ કુંભમાં ગોચર ભ્રમણ ખાસ લાભદાયી હોતું નથી. પરંતુ આ વર્ષે વિશેષ પરિસ્થિતિ છે. મકર રાશિમાં ભેગાં થયેલાં છ ગ્રહોના જમાવડાંમાંથી સૂર્યનું છૂટાં...

કુંભના શુક્રનુ ગોચર ફળ 2020

છબી
૯ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ વહેલી સવારે ૦૪.૨૪ કલાકે શુક્ર મહારાજ મિત્ર શનિની મકર રાશિમાંથી શનિની જ બીજી રાશિ કુંભમાં પ્રવેશ કરશે. અહીં શુક્ર ૩ ફેબ્રુઆરી , ૨૦૨૦ સુધી ભ્રમણ કરશે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો બને છે. જ્યારે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે તે ઉચ્ચાભિલાષી બને છે. ઉચ્ચાભિલાષી ગ્રહ શુભ પરિણામ આપવાં સમર્થ બને છે. કુંભ રાશિમાં શુક્ર મંગળ , શનિ અને રાહુથી દ્રષ્ટ રહેશે. ૨૪ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ શનિના મકર રાશિ પ્રવેશ સાથે શુક્ર પરથી શનિની દ્રષ્ટિ દૂર થશે.  કુંભ રાશિમાં શુક્રનું ગોચર ભ્રમણ આપણને આપણે જેવાં હોય તેવાં આપણી જાતનો સ્વીકાર કરતાં શીખવાડે છે. દર્પણમાં જે કંઈ દેખાય તે વધુ સુંદર લાગે છે. આ ભ્રમણ આપણાં હોવાનો ઉત્સવ મનાવવાનું ભ્રમણ છે. બીજા શું વિચારે છે કે શું કહે છે તે બિન-મહત્વનું બને છે. વ્યક્તિત્વ આત્મવિશ્વાસથી ભરેલું હોય છે. વધુ ખુલ્લા દિલના અને ખુલ્લા વિચારોના બનીએ છીએ. કુંભ એ માનવીય રાશિ છે. ભૂખ્યાંને ભોજન કરાવવું , બીમારની સારવાર કરવી કે જરૂરિયાતમંદની મદદ કરવાં જેવાં માનવીય ગુણો ખીલી ઉઠે છે. કાળપુરુષની કુંડળીમાં કુંભ રાશિ અગિયારમાં ભાવમાં પડેલ...

વિક્રમ સંવત 2074નું વાર્ષિક રાશિ ભવિષ્ય

આજે ઓક્ટોબર 20 , 2017 ના રોજ નવવર્ષની શરૂઆત થવા જઈ રહી છે. વિક્રમ સંવત 2074નું આ વર્ષ બારેય રાશિઓ/જન્મલગ્ન માટે કેવું રહેશે તે જોઈએ.   અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. 1. મેષ (અ , લ , ઈ) વર્ષારંભે આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. તા.26.10.2017ના રોજ અઢી વર્ષથી ચાલી રહેલી શનિની નાની પનોતીમાંથી મુક્તિ મળશે. ત્યારબાદનો સમય અનુકૂળ રહે. શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો અનુભવ થાય. આ વર્ષ દરમિયાન જીવનમાં કારકિર્દી કરતાં સંબંધો વધુ અગત્યનાં બને. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. લગ્નજીવનની મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય કાળજી માગી લે. વ્યાવસાયિક ભાગીદારીથી લાભ થવાની સંભાવના રહે. સ્થાવર સંપતિ અને વાહનની ખરીદી થઈ શકે છે. આમ છતાં સ્થાવર સંપતિ બાબતે પ્રશ્નો ઉભાં ન થાય તેની કાળજી રાખવી. અધૂરાં દસ્તાવેજો કે ગેરકાનૂની બાંધકામ ધરાવતી સંપતિ ખરીદવાથી દૂર રહેવું. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતાનો અનુભવ થઈ શકે છે. ઘર અને કામના સ્...

બાર રાશિઓ અને કવિતા

શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો  J 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ , દલીલથી થાકે નવ લેશ , વકીલ , વિતંડાવાદી વેશ , ભાગ્ય મેળે બાલ્યાવેશ.   2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ , જૂના વિચારોથી ભરપૂર , લીધી વાત ના મેલે કોર , જીવનભર સુખ સંપત જોર. 3. મિથુન મિથુન ક છ ઘ કહેવાય , બહુ દોડે પણ થાકી જાય , સેવા માટે સઘળે થાય , અપજશ માગે વિદાય. 4. કર્ક કર્ક કહે ડ ને હ હું , કોક મરે તો મારે શું , કરું કામ મારું ચૂપચાપ , મને ન ઓળખે મા ને બાપ. 5. સિંહ સિંહ સમોવડ મ ટ હોય , સુતાં જગાડી શકે ના કોઈ , રહે નહિ જો તારી વાત , લાખ મળે તોય મારું લાત. 6. કન્યા પ ઠ ણ કન્યાના તન , જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન , નડે નારને , નર સુખદાય , એ રાશિ કન્યા સરજાય. 7. તુલા ર ત તુલાની પહચાન , ડહાપણનો દરિયો ને ખાણ , ઠગી શકે ના એને ચોર , ગણિતમાં નવ એની જોડ. 8. વૃશ્ચિક વૃશ્ચિક ન ય સાદા જન , હલે ચલે ના એનું તન , ક્યારે કરડે જાણે કોણ ,...

દરેક રાશિની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ

આ દુનિયામાં કોઈ કે કશું જ સંપૂર્ણ નથી. આપણા સૌમાં કંઈક ને કંઈક ખૂબીઓ રહેલી છે, તો સાથે સાથે કંઈક ખામીઓ પણ રહેલી છે. જ્યોતિષ એ સ્વને ઓળખવાનું સાધન છે. આપણી જન્મકુંડળી આપણને આપણી ખૂબીઓ સાથે પરિચય કરાવે છે અને તે સાથે જ એક સાચા મિત્રની માફક જરા પણ અચકાયા વગર આપણી ખામીઓ તરફ પણ આંગળી ચીંધી દે છે! ખૂબીઓની જાણકારી મેળવીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનને એક ચોક્કસ દિશા કે ધ્યેય તરફ વાળી શકાય છે. જ્યારે ખામીઓ પ્રત્યે સભાન બનીને તેને સુધારવાનો પ્રયત્ન કરી શકાય છે. આવો જોઈએ કે બાર રાશિઓની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ કઈ કઈ છે. તમે નોંધ લેજો કે મોટે ભાગે જે રાશિની જે કઈ ખૂબીઓ છે તે જ અતિ થઈ જાય ત્યારે એ જ બાબત તેની ખામી બની જાય છે. કહેવાય છે ને કે અતિ સર્વત્ર વર્જ્યતે. જીવનમાં દરેક બાબતનું સંતુલન હોવું જરૂરી છે. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પર રહેલો છે. મેષ ખૂબીઓ : જોમ અને જુસ્સાથી ભરેલા, સરળ અને સીધા, મહત્વાકાંક્ષા અને ઉર્જાથી ભરપૂર, સ્વનિર્ભર, સ્પર્ધાત્મક અભિગમ ધરાવનાર, સાહસિક, કૃતનિશ્ચયી, અડગ, ક્રિયાશીલ, લા...