બુધના કન્યા ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ - સપ્ટેમ્બર ૨૦૨૪
સપ્ટેમ્બર ૨૩ , ૨૦૨૪ના રોજ બુધ મહારાજે પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કર્યો છે. અહીં બુધ ઓક્ટોબર ૧૦ , ૨૦૨૪ સુધી ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન બુધ સૂર્ય અને કેતુ સાથે યુતિમાં તેમજ ગુરુ અને મંગળની દ્રષ્ટિમાં રહેશે. બુધના કન્યા રાશિમાં ગોચર ભ્રમણ દરમિયાન વિચારો વધુ ગહન બને તેમજ માનસિક સ્પષ્ટતાનો અનુભવ થાય. દિનચર્યાનું સુવ્યવસ્થિત આયોજન કરવું શક્ય બને , જેને લીધે કાર્યો વધુ સારી રીતે પાર પાડવામાં સફળતામાં મળે. બુધના કન્યા ભ્રમણનો આ ગાળો કશુંક નવું શીખવા માટે , અભ્યાસ કરવાં માટે , નવો અભિગમ કેળવવા માટે કે નવી જાણકારી મેળવવાં માટે ઉત્તમ રહે. ગુરુની બુધ પરની દ્રષ્ટિ વિચારોનો વિસ્તાર કરી સકારાત્મક અભિગમ આપી શકે. આથી મોટા અને અર્થસભર પ્રોજેક્ટ પર ધ્યાન આપી શકાય. હાલ મંગળ બુધની અન્ય રાશિ મિથુનમાં ભ્રમણ કરી રહ્યો છે અને કન્યામાં રહેલાં બુધ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. મંગળનો બુધ પર આ પ્રભાવ કમ્યુનિકેશનમાં ઉર્જાનો અનુભવ કરાવી શકે છે. પરંતુ ક્યારેક વિચારોમાં ઉશ્કેરાટ અને તીવ્રતાનો અનુભવ થાય. એવું લાગે કે મનમાં વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ બાબત વિશે મંગળવારે વિશેષ સાવધ રહેવું. આ ઉપરાંત સપ્ટેમ્બર ...