પોસ્ટ્સ

સારાવલી લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

શનિનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 74 થી 85 શનિનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જ્યારે કુંડળીમાં પ્રથમભાવ/લગ્નસ્થાનમાં શનિ તુલા અથવા મકર અથવા કુંભ રાશિમાં હોય તો જાતક દેશ અથવા નગરનો સ્વામી અને રાજાના સમાન હોય છે. અન્ય રાશિઓમાં પ્રથમભાવમાં શનિ હોય તો જાતક દુ:ખી તેમજ બાલ્યાવસ્થામાં રોગોથી પીડિત , દરિદ્રી , કાર્યોને વશ થયેલો , મલિન તથા પ્રમાદી હોય છે. દ્વિતીય ભાવ: જો દ્વિતીયભાવમાં શનિ હોય તો જાતક વિકૃત મુખવાળો એટલે કે મુખનો રોગી , ધનનો ઉપભોગ કરનારો , સ્વજનો રહિત , ન્યાયકર્તા , પાછલી અવસ્થામાં પરદેશગમન કરનાર તથા પરિચારકો અને વાહનનું સુખ ભોગવનાર હોય છે. તૃતીય ભાવ: જો તૃતીયભાવમાં શનિ હોય તો જાતક શ્યામવર્ણ ધરાવનાર , સ્વચ્છ દેહવાળો , દુષ્ટ , આળસુ પરિચારકોથી યુક્ત , વીર , દાની તથા ઘણો બુદ્ધિશાળી હોય છે. ચતુર્થ ભાવ: જ્યારે ચતુર્થભાવમાં શનિ હોય ત્યારે જાતક હ્રદયની પીડા ભોગવનારો અથવા દુ:ખી હ્રદય ધરાવનાર , સ્વજનો-વાહન - ધન - બુદ્ધિના સુખથી રહિત હોય છે. બાલ્યાવસ્થામાં વ્યાધિગ્રસ્ત દેહ ધરાવનાર તેમજ લાંબા નખ...

શુક્રનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 62 થી 73 શુક્રનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જ્યારે પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક સુંદર આંખો તેમજ મુખથી યુક્ત સુગઠિત શરીરધારી , સુખી , દીર્ઘાયુષી , ડરપોક , સ્ત્રીઓની આંખોને સુંદર લાગનાર હોય છે. દ્વિતીય ભાવ: જ્યારે દ્વિતીયભાવમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક અખૂટ ઐશ્વર્ય , અન્ન અને પાનથી (પેય) યુક્ત હોય છે . ઉત્તમ ભોગો ભોગવનાર , સુંદર વચનો બોલનાર તથા અત્યંત ધનવાન હોય છે.    તૃતીય ભાવ: જો કુંડળીમાં તૃતીયભાવમાં શુક્ર રહેલો હોય તો જાતક સુખી , ધનવાન , સ્ત્રીથી પરાજીત , લોભી , અલ્પ ઉત્સાહ ધરાવનાર , સૌભાગ્યવાન અને વસ્ત્રોથી યુક્ત હોય છે. ચતુર્થ ભાવ: જો કુંડળીમાં ચતુર્થસ્થાનમાં શુક્ર સ્થિત હોય તો જાતક બંધુ , મિત્ર અને સુખથી યુક્ત , સુંદર , વાહન અને વસ્ત્રોથી સંપન્ન , મનોહર , દીનતા રહિત , સૌભાગ્યવાન હોય છે. પંચમ ભાવ: જ્યારે પંચમસ્થાનમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક સુખ , પુત્ર અને મિત્રોથી યુક્ત , કામી , અત્યંત ધનવાન , અખંડિત વૈભવ ...

ગુરુનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 50 થી 61 ગુરુનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જો કુંડળીમાં પ્રથમભાવ/લગ્નસ્થાનમાં ગુરુ સ્થિત હોય તો જાતક સુંદર દેહધારી , બળવાન , દીર્ઘાયુષી , સુંદર અને સમાન દ્રષ્ટિથી કાર્ય કરનાર , અત્યંત વિદ્વાન , ધૈર્યવાન તથા શ્રેષ્ઠ હોય છે. દ્વિતીય ભાવ: જો દ્વિતીયસ્થાનમાં ગુરુ સ્થિત હોય તો જાતક ધનવાન , ભોજનમાં રુચિ ધરાવનાર , શ્રેષ્ઠ વક્તા , સુંદર શરીર , વાણી તેમજ મુખ ધરાવનાર , પરોપકારી , સુંદર વસ્ત્રો ધારણ કરનાર તેમજ ત્યાગી હોય છે. તૃતીય ભાવ: જ્યારે તૃતીયસ્થાનમાં ગુરુ રહેલો હોય ત્યારે જાતક અત્યંત દુ:ખી , લોભી , કૃપણ , સદા વિજયી , ભાઈઓથી પરાજીત , મંદાગ્નિથી પીડિત , સ્ત્રીથી પરાજીત તેમજ પાપી હોય છે.   ચતુર્થ ભાવ: જો કુંડળીમાં ચતુર્થભાવમાં ગુરુ હોય તો જાતક  સ્વજન , વસ્ત્ર , આવાસ , વાહન , સુખ , બુદ્ધિ , વિવિધ ભોગ અને ધનથી યુક્ત હોય છે. શ્રેષ્ઠ તેમજ શત્રુઓને દુ:ખ આપનાર હોય છે. પંચમ ભાવ: જો કુંડળીમાં પંચમભાવમાં ગુરુ હોય તો જાતક સુખ , પુત્ર અને મિત્રથી સંપન્ન હોય છે....

બુધનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 38 થી 49 બુધનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જો પ્રથમભાવ/લગ્નસ્થાનમાં બુધ સ્થિત હોય તો જાતક અક્ષત દેહ તેમજ બુદ્ધિ ધરાવનાર , દેશ , કળા , જ્ઞાન , કાવ્ય અને ગણિતનો જ્ઞાતા , કુશળ અને અત્યંત મધુર વચન બોલનાર તેમજ દિર્ઘાયુષી હોય છે.   દ્વિતીય ભાવ: જો કુંડળીમાં દ્વિતીયસ્થાનમાં બુધ હોય તો જાતક પોતાના બુદ્ધિબળે ધન ઉપાર્જન કરનાર , અન્ન અને પાનનો (પેય) ભોક્તા , સુંદર વાણી ધરાવનાર , સદાચારી હોય છે. તૃતીય ભાવ: જ્યારે તૃતીયસ્થાનમાં બુધ રહેલો હોય ત્યારે જાતક કઠોર પરિશ્રમી , પીડિત તેમજ દીન , કાર્યકુશળ , પ્રિયજનો રહિત , ભાઈઓથી યુક્ત , અત્યંત માયાવી અને ચપળ હોય છે. ચતુર્થ ભાવ: જો ચતુર્થસ્થાનમાં બુધ રહેલો હોય તો જાતક અત્યંત વિદ્વાન , સૌભાગ્યવાન , ધનવાન , વાહનથી યુક્ત , સુંદર વસ્ત્ર ધારણ કરનાર તેમજ શ્રેષ્ઠ ભાઈઓ અને પરિજનોથી યુક્ત હોય છે. પંચમ ભાવ: જ્યારે પંચમભાવમાં બુધ સ્થિત હોય ત્યારે જાતક મંત્રવેત્તા , અભિચાર કર્મમાં (મારણ ક્રિયા) ચતુર , અનેક પુત્રો ધરાવનાર , વિદ્યા ,...

મંગળનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 26 થી 37 મંગળનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જો મંગળ પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં હોય તો જાતક ક્રૂર , સાહસી , સ્તબ્ધ , અલ્પાયુષી , સ્વમાન અને શૌર્યથી યુક્ત , હિમતવાન , ઈજા પામેલ શરીર ધરાવતો , આકર્ષક દેખાવ ધરાવતો , ચંચળ સ્વભાવનો , ચપળ હોય છે. દ્વિતીય ભાવ: જ્યારે મંગળ દ્વિતીયસ્થાનમાં હોય ત્યારે જાતક દરિદ્ર , નઠારું ભોજન કરનાર , કુરૂપ ચહેરો ધરાવનાર , અયોગ્ય લોકોની સંગત કરનાર , વિદ્યાવિહીન હોય છે.   તૃતીય ભાવ: જો મંગળ તૃતીયસ્થાનમાં હોય તો જાતક શૂરવીર , અજેય , ભાઈ-બહેનો રહિત , આનંદી , સદગુણો ધરાવનાર પ્રસિદ્ધ વ્યક્તિ હોય છે. ચતુર્થ ભાવ: જ્યારે મંગળ ચતુર્થસ્થાનમાં રહેલો હોય ત્યારે જાતક સંબંધીઓના સુખથી રહિત હોય છે. સાધનસરંજામ અને વાહનવિહીન , અત્યંત દુ:ખી , અન્યોના ઘરે નિવાસ કરનારો અને સંતાપ પામેલો હોય છે. પંચમ ભાવ: જો મંગળ પંચમભાવમાં સ્થિત હોય તો જાતક સુખ , સંપતિ અને પુત્રરહિત હોય છે. ચંચળ સ્વભાવનો , ચાડીચુગલી કરનાર , દુષ્ટતાને નોતરનાર , દુરાચારી , સંતાપ પામેલો...

ચંદ્રનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત સારાવલી ગ્રંથના અધ્યાય 30ના શ્લોક 14 થી 25 ચંદ્રનું   બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જ્યારે ચંદ્ર પ્રથમભાવ/લગ્નસ્થાનમાં કર્ક , વૃષભ અથવા મેષ રાશિમાં રહેલો હોય ત્યારે જાતક ઉદાર , સુંદર , ધનવાન તેમજ બધાં જ મોજશોખને માણનારો હોય છે. જો આ ત્રણ રાશિઓ સિવાયનું લગ્ન હોય અને ચંદ્ર લગ્નસ્થાનમાં સ્થિત હોય તો જાતક ઉન્મત , મૂક , બધિર , નીચ , દુ:ખી , મંદબુદ્ધિ અને ધનથી ક્ષીણ થનારો હોય છે. દ્વિતીય ભાવ: જ્યારે ચંદ્ર દ્વિતીયભાવમાં રહેલો હોય ત્યારે જાતક અતુલનીય સુખને પામે છે. તે મિત્રો અને સંપતિથી યુક્ત હોય છે. જો દ્વિતીયભાવમાં પૂર્ણ ચંદ્ર રહેલો હોય તો જાતક અત્યંત ધનવાન હોય છે તેમજ ઓછું બોલનાર હોય છે. તૃતીય ભાવ: જો ચંદ્ર તૃતીયભાવમાં રહેલો હોય તો જાતક પોતાના ભાઈ-બહેનોનું રક્ષણ કરે છે. હંમેશા ખુશ રહેનારો , શૂરવીર , વિદ્યા ગ્રહણ કરનારો , વસ્ત્ર અને અન્નથી સંપન્ન હોય છે. ચતુર્થ ભાવ: જો ચંદ્ર ચતુર્થભાવ સ્થિત હોય તો જાતક સંબંધીઓ , સાધન સરંજામ અને વાહનથી યુક્ત હોય છે. તે દાનવીર , જળમાર્ગે યાત્રાનો શોખીન તેમજ નહિ સુખી કે નહ...

સૂર્યનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 2 થી 13 સૂર્યનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જન્મકુંડળીમાં પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં સૂર્ય જાતકના માથા પર વાળ ઓછાં હોવાનો સંકેત કરે છે . કાર્યો કરવામાં આળસુ પ્રકૃતિનો , ક્રોધી , પ્રસિદ્ધ વ્યક્તિ , સન્માનીય અને પ્રતિષ્ઠિત , નબળી દ્રષ્ટિ , બરછટ શરીર , સાહસી , ઉતાવળિયો અને કઠોર હોય છે. જો લગ્નસ્થાનમાં કર્ક રાશિમાં સૂર્ય હોય તો જાતક સોજેલી અથવા ફુલુ ધરાવતી આંખવાળો , મેષ રાશિમાં સૂર્ય હોય તો નબળી દ્રષ્ટિ ધરાવનાર , સિંહ રાશિમાં સૂર્ય હોય તો રતાંધળો  હોય છે અને તુલા રાશિમાં સૂર્ય હોય તો જાતક ગરીબીથી પીડા પામે છે અને સંતાનોને ગુમાવે છે. દ્વિતીય ભાવ: જો સૂર્ય દ્વિતીયભાવમાં સ્થિત હોય તો જાતક નોકરચાકર અને ગાય , ભેંસ , બળદ વગેરે પશુઓના સુખથી સંપન્ન હોય છે.  મુખના રોગથી પીડા પામે છે ,  સુખ અને સંપતિથી વંચિત રહે છે , રાજાના ક્રોધને લીધે અથવા ચોરને લીધે ધન ગુમાવે છે. તૃતીય ભાવ: તૃતીયભાવમાં સૂર્ય જાતકને પરાક્રમી અને બળવાન બનાવે છે. ભાઈ-બહેનને ગુમાવે છે , લોકો...