રાશિઓના તત્વ અને આરોગ્યની સ્વસ્થતા
રાશિચક્રની બાર રાશિઓને ચાર તત્વોમાં વિભાજીત કરેલ છે. અગ્નિતત્વ ધરાવતી રાશિઓ (૧ , ૫ , ૯ - લક્ષણો: ઉર્જાવાન , આવેશમય) અકસ્માત થવાની સંભાવનાવાળી હોય છે. જો કે તેઓ કોઈપણ બીમારીમાંથી બહુ જલ્દી સાજા થઈ શકતાં હોય છે. પૃથ્વીતત્વ ધરાવતી રાશિઓને (૨ , ૬ , ૧૦ - લક્ષણો: વ્યવહારુ , સ્થિર) બીમારીમાંથી સાજા થવા માટે અગ્નિતત્વ રાશિઓ કરતાં થોડો વધુ સમય લાગે છે. વાયુતત્વ ધરાવતી રાશિઓ ( ૩ , ૭ , ૧૧ - લક્ષણો: બુદ્ધિમાન , સામાજીક) રોગોનો સામનો કરવાં બાબતે થોડી નિર્બળ સાબિત થાય છે. જ્યારે જળતત્વ ધરાવતી રાશિઓ (૪ , ૮ , ૧૨ - લક્ષણો: ભાવનાશીલ , સંવેદનશીલ) રોગોનો સામનો કરી બીમારીમાંથી સાજા થવા બાબતે સૌથી વધુ સમય લેનાર હોય છે.