રાશિઓના તત્વ અને આરોગ્યની સ્વસ્થતા
રાશિચક્રની બાર રાશિઓને ચાર તત્વોમાં વિભાજીત કરેલ છે.
અગ્નિતત્વ ધરાવતી રાશિઓ (૧, ૫, ૯ - લક્ષણો: ઉર્જાવાન, આવેશમય) અકસ્માત થવાની સંભાવનાવાળી હોય છે. જો કે તેઓ કોઈપણ બીમારીમાંથી બહુ જલ્દી સાજા થઈ શકતાં હોય છે.
પૃથ્વીતત્વ ધરાવતી રાશિઓને (૨, ૬, ૧૦ - લક્ષણો: વ્યવહારુ, સ્થિર) બીમારીમાંથી સાજા થવા માટે અગ્નિતત્વ રાશિઓ કરતાં થોડો વધુ સમય લાગે છે.
વાયુતત્વ ધરાવતી રાશિઓ ( ૩, ૭, ૧૧ - લક્ષણો: બુદ્ધિમાન, સામાજીક) રોગોનો સામનો કરવાં બાબતે થોડી નિર્બળ સાબિત થાય છે.
જ્યારે જળતત્વ ધરાવતી રાશિઓ (૪, ૮, ૧૨ - લક્ષણો: ભાવનાશીલ, સંવેદનશીલ) રોગોનો સામનો કરી બીમારીમાંથી સાજા થવા બાબતે સૌથી વધુ સમય લેનાર હોય છે.
ટિપ્પણીઓ