શનિનું બાર ભાવમાં ફળ (સારાવલી)
પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 74 થી 85 શનિનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જ્યારે કુંડળીમાં પ્રથમભાવ/લગ્નસ્થાનમાં શનિ તુલા અથવા મકર અથવા કુંભ રાશિમાં હોય તો જાતક દેશ અથવા નગરનો સ્વામી અને રાજાના સમાન હોય છે. અન્ય રાશિઓમાં પ્રથમભાવમાં શનિ હોય તો જાતક દુ:ખી તેમજ બાલ્યાવસ્થામાં રોગોથી પીડિત , દરિદ્રી , કાર્યોને વશ થયેલો , મલિન તથા પ્રમાદી હોય છે. દ્વિતીય ભાવ: જો દ્વિતીયભાવમાં શનિ હોય તો જાતક વિકૃત મુખવાળો એટલે કે મુખનો રોગી , ધનનો ઉપભોગ કરનારો , સ્વજનો રહિત , ન્યાયકર્તા , પાછલી અવસ્થામાં પરદેશગમન કરનાર તથા પરિચારકો અને વાહનનું સુખ ભોગવનાર હોય છે. તૃતીય ભાવ: જો તૃતીયભાવમાં શનિ હોય તો જાતક શ્યામવર્ણ ધરાવનાર , સ્વચ્છ દેહવાળો , દુષ્ટ , આળસુ પરિચારકોથી યુક્ત , વીર , દાની તથા ઘણો બુદ્ધિશાળી હોય છે. ચતુર્થ ભાવ: જ્યારે ચતુર્થભાવમાં શનિ હોય ત્યારે જાતક હ્રદયની પીડા ભોગવનારો અથવા દુ:ખી હ્રદય ધરાવનાર , સ્વજનો-વાહન - ધન - બુદ્ધિના સુખથી રહિત હોય છે. બાલ્યાવસ્થામાં વ્યાધિગ્રસ્ત દેહ ધરાવનાર તેમજ લાંબા નખ...