શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો J 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ , દલીલથી થાકે નવ લેશ , વકીલ , વિતંડાવાદી વેશ , ભાગ્ય મેળે બાલ્યાવેશ. 2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ , જૂના વિચારોથી ભરપૂર , લીધી વાત ના મેલે કોર , જીવનભર સુખ સંપત જોર. 3. મિથુન મિથુન ક છ ઘ કહેવાય , બહુ દોડે પણ થાકી જાય , સેવા માટે સઘળે થાય , અપજશ માગે વિદાય. 4. કર્ક કર્ક કહે ડ ને હ હું , કોક મરે તો મારે શું , કરું કામ મારું ચૂપચાપ , મને ન ઓળખે મા ને બાપ. 5. સિંહ સિંહ સમોવડ મ ટ હોય , સુતાં જગાડી શકે ના કોઈ , રહે નહિ જો તારી વાત , લાખ મળે તોય મારું લાત. 6. કન્યા પ ઠ ણ કન્યાના તન , જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન , નડે નારને , નર સુખદાય , એ રાશિ કન્યા સરજાય. 7. તુલા ર ત તુલાની પહચાન , ડહાપણનો દરિયો ને ખાણ , ઠગી શકે ના એને ચોર , ગણિતમાં નવ એની જોડ. 8. વૃશ્ચિક વૃશ્ચિક ન ય સાદા જન , હલે ચલે ના એનું તન , ક્યારે કરડે જાણે કોણ ,...