પોસ્ટ્સ

ડિસેમ્બર, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો

ગ્રહોને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યાં છે. નૈસર્ગિક શુભ-અશુભ ગ્રહો અને તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો. નૈસર્ગિક શુભ-અશુભ ગ્રહો શુક્ર, ગુરુ, એકલો અથવા શુભગ્રહોથી યુક્ત બુધ અને શુક્લ પક્ષનો ચન્દ્ર નૈસર્ગિક શુભ ગ્રહો છે. જ્યારે મંગળ, શનિ, સૂર્ય, રાહુ, કેતુ, પાપગ્રહોથી યુક્ત બુધ અને કૃષ્ણ પક્ષનો ચન્દ્ર નૈસર્ગિક અશુભ ગ્રહો છે. નૈસર્ગિક શુભ કે અશુભ ગ્રહો દરેક કુંડળીમાં સમાન રહે છે. તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો વ્યક્તિગત કુંડળીમાં ગ્રહ કોઈ ચોક્ક્સ સ્થાનનો સ્વામી થવાથી તેની નૈસર્ગિક શુભતા અથવા અશુભતામાં પરિવર્તન આવે છે અને તે તાત્કાલિક શુભ કે અશુભ બને છે. આમ તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો કુંડળીમાં ગ્રહોનાં સ્થાનોનાં આધિપત્યને આધારે નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક જન્મલગ્ન પરત્વે ગ્રહોની શુભતા અને અશુભતા બદલાતી રહે છે. તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નક્કી કરવાં માટે મહર્ષિ પરાશરે બૃહત પરાશર હોરા શાસ્ત્રમાં કેટલાંક મૂળભૂત સિદ્ધાંતો આપ્યા છે જે નીચે મુજબ છે. ૧. જો નૈસર્ગિક શુભ (સૌમ્ય) ગ્રહ કેન્દ્રસ્થાનોનો (૧, ૪, ૭, ૧૦) સ્વામી થતો હોય તો તે પોતાની નૈસર્ગિક શુભતા ગુમાવે છે અને જો નૈસર્ગિક અશુભ (ક્રૂર) ગ્રહ