શિવ અને શનિ
સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય: । મંદચાર: પ્રસન્નાત્મા પી ડાં હરતુ મે શનિ: ॥ આ મંત્ર(સ્તોત્ર)માં શનિને શિવપ્રિય કહેવામાં આવ્યાં છે. ભગવાન શિવ શનિના આરાધ્ય છે , તો શિવજી ને પણ શનિદેવ અત્યંત પ્રિય છે. કહેવાય છે કે ઉપાસકમાં ઉપાસ્યના ગુણ આવી જાય છે. શિવ મૃત્યુના દેવતા છે અને ત્રિદેવમાં તેમને સંહારક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ મૃત્યુનો કારક ગ્રહ છે અને પાપીઓ માટે હંમેશા સંહારક છે. શનિદેવ પોતાની બાળપણ અવસ્થામાં ઘણાં ક્રોધી હતા. સૂર્યના પુત્ર હોવાને લીધે તેજ અને શક્તિથી ભરપૂર હતા. દરેક બાબતને ઊંડાણપૂર્વક જાણવી અને હઠ કરવી એ તેમનો સ્વભાવ હતો. ભાઈ-બહેનો સાથે ઝઘડાં કરતાં અને હઠ કરીને બધાંને દુ:ખ પહોંચાડતા. સૂર્યદેવે જ્યારે જોયું કે શનિની હેરાનગતિ દિવસે-દિવસે વધી રહી છે ત્યારે તેઓ તેને લઈને ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવે પૂરી સમસ્યા સાંભળી અને સમજીને સૂર્યદેવને કહ્યું કે આપ ચિંતા નહિ કરો. હું શનિને એવું કાર્ય સોંપુ છું જે સૌથી કઠિન અને જવાબદારી ધરાવતું છે. ત્યારબાદ ભગવાન શિવે શનિદેવને કહ્યું કે આજથી આપ સૃષ્ટિમાં થનાર ન્યાય અને અન્યાયનું કાર્ય સંભાળશો અન...