શ્રાવણ માસ ૨૦૧૦

આવતીકાલે એટલે કે તા.૧૦.૮.૨૦૧૦ના સવારે ૮.૩૯ કલાકેથી હિંદુ ધર્મના પવિત્ર એવાં શ્રાવણ માસનો આરંભ થઇ રહ્યો છે. જે તા.૮.૯.૨૦૧૦ના રોજ પૂર્ણ થશે. ઓગસ્ટ ૧૦, ૨૦૧૦થી ઓગસ્ટ ૨૪, ૨૦૧૦ સુધી શ્રાવણ શુક્લ પક્ષ છે. જ્યારે ઓગસ્ટ ૨૫, ૨૦૧૦થી સપ્ટેમ્બર ૮, ૨૦૧૦ સુધી શ્રાવણ કૃષ્ણ પક્ષ છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીને રિઝવવાનો અનેરો અવસર. આ સંપૂર્ણ માસ શિવજીને સમર્પિત છે અને આ માસમાં શિવપૂજાનું મહત્વ વધી જાય છે.

વ્રત-જપનો મહિનો ગણાતાં શ્રાવણમાં આવતા શુભ દિવસો અને તહેવારોની તારીખો નીચે મુજબ છે.

શિવપૂજન આરંભ - ઓગસ્ટ ૧૧
ફૂલકાજળી વ્રત - ઓગસ્ટ ૧૨
રાંધણ છઠ - ઓગસ્ટ ૧૫
શ્રાવણ સોમવાર (પ્રથમ) - ઓગસ્ટ ૧૬
નાની સાતમ - ઓગસ્ટ ૧૬
મંગળાગૌરી વ્રત - ઓગસ્ટ ૧૭
પુત્રદા એકાદશી - ઓગસ્ટ ૨૦
પવિત્રા બારસ - ઓગસ્ટ ૨૧
શનિપ્રદોષ - ઓગસ્ટ ૨૧
શ્રાવણ સોમવાર (દ્વિતિય) - ઓગસ્ટ ૨૩
રક્ષા બંધન - ઓગસ્ટ ૨૪
બોળ ચોથ - ઓગસ્ટ ૨૮
શ્રાવણ સોમવાર (તૃતીય) - ઓગસ્ટ ૩૦
નાગ પંચમી - ઓગસ્ટ ૩૦
રાંધણ છઠ - ઓગસ્ટ ૩૧
શીતલા સપ્તમી - સપ્ટેમ્બર ૧
જન્માષ્ટમી - સપ્ટેમ્બર ૨
અજા એકદશી - સપ્ટેમ્બર ૪
શ્રાવણ સોમવાર (ચતુર્થ) - સપ્ટેમ્બર ૬
સોમપ્રદોષ - સપ્ટેમ્બર ૬
શ્રાવણ અમાવસ્યા - સપ્ટેમ્બર ૮

શ્રાવણી પૂર્ણિમા ઓગસ્ટ ૨૪, ૨૦૧૦ના રોજ છે. જે ઓગસ્ટ ૨૩ ના રાત્રે ૮.૦૯ કલાકે શરૂ થશે અને ઓગસ્ટ ૨૪ના રોજ ૧૦.૩૬ કલાકે પૂર્ણ થશે. રક્ષાબંધન ઓગસ્ટ ૨૪ના રોજ ઉજવાશે.

શ્રાવણ અમાવસ્યા સપ્ટેમ્બર ૮, ૨૦૧૦ના રોજ છે. જે સપ્ટેમ્બર ૭ના રોજ સાંજે ૭.૫૪ કલાકે શરુ થશે અને સપ્ટેમ્બર ૮ના રોજ સાંજે ૪.૦૧ કલાકે પૂર્ણ થશે.

આ પવિત્ર શ્રાવણ માસમાં આપ સૌ પર ભગવાન શિવજીની કૃપા વરસે તેવી શુભેચ્છા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર