Women's Day 2018


સ્ત્રી સહેલાઈથી રડી શકે છે. એક ક્ષણમાં હસતી સ્ત્રી બીજી જ ક્ષણે આંસુ વહાવતી હોય તેવું બની શકે !! એ ગુસ્સામાં હોય ત્યારે પણ રડે, ખુશ હોય ત્યારે પણ રડે, દુ:ખી હોય ત્યારે પણ રડે અને ઉદાસ હોય ત્યારે પણ રડે ! અશ્રુઓ એ તેની લાગણીઓનું દ્રશ્યસ્વરૂપ છે. સજળ નેત્ર એટલે સ્ત્રી અને સજળ ગ્રહો એટલે ચંદ્ર અને શુક્ર. જ્યોતિષમાં જળ એ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતીક છે અને એટલે જ જળતત્વ ધરાવતાં ચંદ્ર અને શુક્ર સ્ત્રી ગ્રહો કહેવાયા છે. સૌમ્યતા, ઋજુતા, લાગણી, સંવેદના, કરુણા, સૌંદર્ય, પ્રેમ, કળા, સંવાદિતા આ બધું જ આ સ્ત્રી ગ્રહોને આભારી છે. શુષ્કતા, ઉગ્રતા, કઠોરતા, લાગણીહીનતા, મહાત્વાંકાક્ષા અને યુદ્ધપ્રિયતા આ બધું જ પુરુષ ગ્રહોનાં ખાતે ગયુ છે. આજના આ દિવસે ચંદ્ર જેવી મધુર શીતળતા અને શુક્ર જેવી સરળ સંવાદિતા સૌને પ્રાપ્ત થાઓ તેવી શુભેચ્છા. Happy Women’s Day !!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા