ગુરુ વિશેષ

ગુરુ અને લગ્ન 

લગ્ન કે લાંબો સમય ચાલનારાં સંબંધને ટકાવી રાખવામાં કુંડળીમાં બળવાન ગુરુનો પ્રભાવ મહત્વનો રહે છે. શુક્ર એ પ્રેમ, લગ્ન અને સંબંધોનો કારક ગ્રહ છે. શુક્ર વ્યક્તિના જીવનમાં પ્રેમનું તળાવ નિર્માણ કરી શકે. પરંતુ, જો એ તળાવ ફરતે ગુરુની રક્ષણાત્મક પાળ ન હોય તો તળાવનું લાગણીરૂપી જળ વહી જવાની પૂરી શક્યતા રહે! ગુરુ એ આકાશ તત્વ ધરાવતો ગ્રહ છે. આકાશ તત્વ એ અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ એ સર્વે તત્વોને જોડે છે તેમજ તેમને વિખેરાઈ જતાં અટકાવે છે. કોઈ જ નવાઈની વાત નથી કે ગુરુની જ મીન રાશિમાં પ્રેમનો ગ્રહ શુક્ર ઉચ્ચત્વ ધારણ કરે છે


ગુરુ અને જીવનનો હેતુ

ગુરુ એ વ્યક્તિના જીવનને હેતુ પ્રદાન કરનારો ગ્રહ છે. કુંડળીમાં રહેલો બળવાન ગુરુ એ જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે પ્રેરિત કરે છે. જ્યારે કુંડળીમાં ગુરુ શુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ પોતાના જીવનના હેતુને સહજ રીતે સમજી શકતી હોય છે. પોતાના કાર્યને મૂલ્યવાન સમજીને જીવનને પૂર્ણતાથી જીવતી હોય છે. એથી વિરુદ્ધ જો કુંડળીમાં ગુરુ અશુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ પોતાના જીવનના ઉદ્દેશથી બેખબર હોય છે. પોતે કરી રહેલાં કાર્ય પરત્વે સંશયનો અનુભવ કરે છે. અસ્તવ્યસ્ત અને પ્રમાદી રીતે જીવન વ્યતીત કરનાર હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા