શ્રી શનિ ચાલીસા
શિવપુરાણમાં વર્ણવેલું છે કે અયોધ્યાના રાજા દશરથે શનિદેવને ‘ શનિ ચાલીસા ’ દ્વારા પ્રસન્ન કર્યા હતાં. શનિની સાડાસાતી પનોતી અને શનિ મહાદશા દરમિયાન શનિ ચાલીસાના પાઠ કરવા અતિ શુભ ફળદાયી રહે છે. શનિ ચાલીસાના નિયમિત પાઠથી શનિ સંબંધિત દરેક પ્રકારના દોષોનું નિરાકરણ થાય છે. આ સાથે ગુજરાતી ભાવાર્થ સાથે શનિ ચાલીસા પ્રસ્તુત છે. ॥ દોહા॥ જય ગણેશ ગિરિજા સુવન , મંગલ કરણ કૃપાલ , દીનન કે દુ:ખ દૂર કરિ , કીજૈ નાથ નિહાલ. હે માતા પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશ , આપની જય હો. આપ કલ્યાણકારી છો , બધાં પર કૃપા કરનારાં છો , દીન લોકોના દુ:ખ દૂર કરી તેમને પ્રસન્ન કરો હે ભગવાન. જય જય શ્રી શનિદેવ પ્રભુ , સુનહુ વિનય મહારાજ , કરહું કૃપા હે રવિ તનય , રાખહુ જન કી લાજ. હે ભગવાન શ્રી શનિદેવજી , આપની જય હો. હે પ્રભુ , અમારી પ્રાર્થના સાંભાળો . હે રવિપુત્ર , અમારા પર કૃપા કરો અને અમારી લાજ રાખો. ॥ ચૌપાઈ॥ જયતિ જયતિ શનિદેવ દયાલા , કરત સદા ભક્તન પ્રતિપાલા . હે દયા કરનારા શનિદેવ! આપની જય હો! જય હો! આપ સદા ભક્તોનું પાલન કરનાર છો. ચારિ ભુજા , તનુ શ્યામ વિરાજૈ , માથે રતન મુકુટ છબિ છાજ
ટિપ્પણીઓ