તુલા

તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે. તે ચર અને વાયુતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી શુક્ર છે. તુલા રાશિમાં ચિત્રા નક્ષત્રનાં છેલ્લા બે ચરણો, સ્વાતિ અને વિશાખા નક્ષત્રનાં પહેલાં ત્રણ ચરણોનો સમાવેશ થાય છે.

તુલા રાશિનું ચિહ્ન તુલાધારી પુરુષ છે. તુલા રાશિનાં જાતકો ઉંચા, પાતળાં, સુડોળ, જાડું અથવા પોપટ જેવું નાક પરંતુ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. તુલા એટલે કે સરખી રીતે માપી તોલીને સંતુલન બનાવવું. તુલા રાશિનાં જાતકો પણ હંમેશા જીવનનાં દરેક ક્ષેત્રોમાં સંતુલન અને સંવાદિતા બનાવી રાખવા ઈચ્છે છે. એ સંતુલન વ્યવસાય અને અંગત જીવન વચ્ચેનું હોય કે પછી સાંસારીક જીવન અને આધ્યાત્મિક જીવન વચ્ચેનું સંતુલન. તુલા રાશિનાં જાતકો હંમેશા સંતુલન બનાવી રાખવાં કોશીશ કરતાં રહે છે. તેઓ દરેક બાબતોના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિચારે છે અને ત્યારબાદ પોતાનો નિર્ણય લે છે. તુલા રાશિના જાતકો રચનાત્મક સમીક્ષા કરનારાં અને ન્યાયપૂર્ણ હોય છે. જીવનમાં નવીનતા અને ફેરફારોને આવકારે છે. હંમેશા સુખ-શાંતિ ઈચ્છે છે અને કોઈપણ ભોગે શાંતિ બનાવી રાખવા ઈચ્છે છે. તેઓ ખુશમિજાજ, કલ્પનાશીલ અને બુધ્ધિશાળી હોય છે. મોજ-મજા અને સુખ-સગવડનાં સાધનો તેમને પ્રિય હોય છે. તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે. સાતમી રાશિ કે સાતમું સ્થાન વિજાતીય પાત્રો અને સંબંધોનો નિર્દેશ કરે છે. તુલા રાશિનાં જાતકો સહેલાઈથી વિજાતીય પાત્રોથી આકર્ષાઈ જાય છે. તેઓ મોહક વ્યક્તિત્વ ધરાવે છે અને વિજાતીય પાત્રોને પણ સહેલાઈથી પોતાનાં તરફ આકર્ષી શકે છે. તેમનું લગ્નજીવન મોટેભાગે સુખી હોય છે. તેઓ ઘર અને પરિવારને ચાહનારાં હોય છે. તુલા રાશિનાં જાતકો કલાઓમાં અભિરુચિ ધરાવે છે. તેઓ સામાજીક કાર્યો કરનાર, બીજાઓને મદદરૂપ થનાર અને સહેલાઈથી લોકોમાં હળી-મળી જનાર હોય છે. તેઓ ભાગ્યે જ ગુસ્સે થનારા હોય છે. ઘણીવાર આદર્શવાદી હોય છે અને પોતાનાં આદર્શોને પકડી રાખનારાં હોય છે. તુલા રાશિનાં જાતકો નમ્ર અને મૃદુ હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો