જોશીનું ટીપણું - 5

Pixabay

એપ્રિલ માસમાં ધીમી ગતિના ચાર ગ્રહો ગુરુ, શનિ અને રાહુ-કેતુ ટૂંકા સમયગાળામાં રાશિ પરિવર્તન કરશે. આ સમય બદલાવની ઋતુનો છે. આ રાશિ પરિવર્તન આપણને સૌને કોઈકને કોઈક રીતે અસર કરનારું બની રહેશે. એવું બની શકે છે આ મહત્વપૂર્ણ બદલાવને લીધે હ્રદયમાં લાગણીઓની તીવ્રતાનો અનુભવ થાય. મનમાં વિચારોની ભરતી ઉમડી શકે છે. આસપાસની બાહ્ય પરિસ્થિતિ અતિ ઉત્સાહ કે અતિ નિરાશાનો અનુભવ કરાવી શકે. જ્યારે ઋતુ બદલાઈ રહી હોય ત્યારે માંદા પડવાની સંભાવના સૌથી વધુ હોય છે! ગ્રહોના આ બદલાવની ઋતુ માટે માનસિક રીતે તૈયાર રહો. બદલાવ એ હંમેશા મૂંઝવણ પ્રેરનારો હોય છે. જ્યારે દિવસમાંથી રાત કે રાતમાંથી દિવસ થવાં જઈ રહ્યો હોય ત્યારે થોડાં સમય માટે મૂંઝવણનો અનુભવ થાય છે. આપણે નક્કી નથી કરી શકતાં કે આ પ્રકાશ છે કે અંધકાર? શક્ય હોય ત્યાં સુધી પ્રકાશ તરફ નજર રાખવાની કોશિશ કરવી અને ખાતરી રાખવી કે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. પરિસ્થિતિ સ્પષ્ટ ન બને ત્યાં સુધી શાંતિ અને ધીરજ રાખવાની કોશિશ કરવી. આ સમય દરમિયાન આવેશમાં આવીને કોઈ ખોટાં કે જોખમી નિર્ણયો લેવાંથી દૂર રહેવું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા