કેવું અને ક્યાં મકાન મળે?

જન્મકુંડળીમાં ચતુર્થસ્થાન સ્થાવર સંપતિ, જમીન અને મકાનનો નિર્દેશ કરે છે. ચતુર્થસ્થાનમાં રહેલાં કે તેની સાથે સંકળાયેલાં ગ્રહો અનુસાર કેવું અને ક્યાં મકાન મળે તે જોઈએ. 

સૂર્ય: રાજાના મહેલ જેવું ઘર, શહેર-વિસ્તાર-સોસાયટીના કેન્દ્રમાં રહેલું ઘર, સરકારી નિવાસસ્થાન, પ્રખ્યાત વિસ્તારમાં ઘર, પ્રસિદ્ધ વ્યક્તિ-રાજકારણી-સરકારી અમલદારની બાજુમાં ઘર, ઘરની આસપાસ ડોક્ટર-વૈદ્ય-હોસ્પિટલ, સરકારી કચેરીની નજીક ઘર, મોટું ઘર, બહુમાળી મકાન.

ચંદ્ર: સમુદ્ર, તળાવ, નદી, જળાશયની નજીક ઘર, ઘરમાં કૂવો કે બોર હોય, ઘરનાં બોરમાં કોઈ દિવસ પાણી ન ખૂટે, પૂરતાં પ્રમાણમાં પાણીની સગવડતા ધરાવતું મકાન, પડોશમાં સ્ત્રીઓની સંખ્યા વધુ, ગર્લ્સ હોસ્ટેલ-પ્રસુતિગૃહની બાજુમાં ઘર, દૂધની ડેરી કે પીણાંઓની દુકાન નજીક, ઘરની નજીક શિવાલય હોય, મેન્ટલ હોસ્પિટલ કે મનોચિકિત્સકની નજીક. 

મંગળ: પોલીસચોકી કે લશ્કરી છાવણીની નજીક નિવાસસ્થાન, કારખાનાં-વીજળીઘર-ફાયરબ્રિગેડની નજીક, બ્લડબેંક કે સર્જનથી નજીક નિવાસ, ગેરેજ અથવા મિકેનીક-એંજીનીયરની આસપાસ હાજરી.

બુધ: ઘરમાં જ ઓફિસ કે દુકાન હોય, વ્યાપારી વિસ્તારમાં ઘર, વ્યાપારી સંકુલ, શેરમાર્કેટ, કરિયાણા, કાપડની દુકાનની નજીક, આસપાસ શોપિંગ સેન્ટર કે મોલ હોવાની શક્યતા, તાર-ટપાલ-ટેલિફોન-કુરિયરની ઓફિસ નજીક.

ગુરુ: વિશાળ ઘર, ઘર નજીક મંદિર હોય, ઘર આસપાસ શાળા-કોલેજ-ટ્યુશન ક્લાસીસ-વિદ્યાસંકુલ હોય. જરૂરિયાત કરતાં મોટું ઘર, નજીકમાં ધર્મશાળા કે ધર્માદાની જગ્યા, બેન્કથી નજીક. 

શુક્ર: સુંદર, સુશોભિત, વૈભવી ઘર, સ્વચ્છ ઘર, નજીકમાં સિનેમાહોલ, નાટ્યગૃહ કે બ્યુટીપાર્લર હોવાની સંભાવના, સુંદર બગીચો ધરાવતું મકાન, કલાત્મક બાંધણી કે સુશોભન કરેલું ઘર, ઘરેણાંની દુકાન નજીક, નર્તકી-અભિનેત્રી-મોડેલ-સ્ત્રીઓની નજીક ઘર.

શનિ: જૂનું ઘર, જર્જરીત અને પડતર ઘર, જૂની ઢબનું બાંધકામ ધરાવતું મકાન, ઘર આસપાસ ઝૂંપડપટ્ટી, ગંદુ નાળું કે ગટર હોવાની સંભાવના, આસપાસ કારીગર વર્ગ મળી રહે, તેલ, કોલસા કે ચાની દુકાન નજીક, પડોશમાં વૃદ્ધ લોકોની હાજરી, વૃદ્ધાશ્રમની નજીક, વારસાગત મળેલું ઘર.

રાહુ: ગેરકાનૂની બાંધકામ ધરાવતું, અધૂરાં કે ગેરકાનૂની દસ્તાવેજો ધરાવતું મકાન, કોર્ટ કેસવાળું મકાન, ઘરના લોકોથી ખાનગી રાખીને ખરીદેલું ઘર, આસપાસ ગુંડાગીરી કે અનીતિના અડ્ડા ચાલતાં હોય, જુગાર-મટકાં ચાલતાં હોય, કબ્રસ્તાન કે સ્મશાન નજીક ઘર.

કેતુ: જૂનું તૂટેલું મકાન, દોષવાળી જગ્યા, ભૂતબંગલા, અવાવરું જગ્યાએ ઘર હોય, ઝાડી-જંગલ-કાંટાળા ઝાડ વચ્ચે ઘર, શુભ દ્રષ્ટ કેતુ હોય તો આસપાસ આધ્યાત્મિક સ્થળ, આશ્રમ, ધ્યાન ધરવાની જગ્યા હોય. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા