આદિત્ય હ્રદય સ્તોત્ર સૂર્યદેવની સ્તુતિ માટે વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં આપેલ છે. વાલ્મીકી રામાયણમાં અગત્સ્ય ઋષિએ ભગવાન શ્રીરામને આદિત્ય હ્રદય સ્તોત્રથી સૂર્યની સ્તુતિ કરવાની સલાહ આપી હતી. અગત્સ્ય મુનિની સલાહ માનીને ભગવાન શ્રીરામે આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કર્યો અને રાવણનો વધ કરી શક્યા. આદિત્ય હ્રદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી જીવનને આધ્યાત્મિક અને શારીરિક સ્વસ્થતાની દિશામાં લઈ જઈ શકાય છે. ચેતનામાં દિવ્યતાનો અનુભવ કરી શકાય છે. આ સ્તોત્રમાં સૂર્યના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. નિયમિત આ સ્તોત્રના પાઠ કરવાથી સૂર્યના ગુણો આત્મસાત થઈને શક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શારીરિક તંદુરસ્તીની પ્રાપ્તિ થઈ શકે છે. રોગોનો નાશ થઈને સ્વસ્થ-તંદુરસ્ત જીવન જીવવામાં સહાય મળે છે. માનસિક શાંતિ , ધ્યાન અને સ્થિરતાનો અનુભવ કરી શકાય છે. ॥ વિનિયોગ ॥ ૐ અસ્ય આદિત્ય હૃદયસ્તોત્રસ્યાગસ્ત્યઋષિરનુષ્ટુપછન્દઃ , આદિત્યહૃદયભૂતો ભગવાન્ બ્રહ્મા દેવતા નિરસ્તાશેષવિઘ્નતયા બ્રહ્મવિદ્યાસિદ્ધૌ સર્વત્ર જયસિદ્ધૌ ચ વિનિયોગ : । ॥ ઋષ્યાદિન્યાસ ॥ ૐ અગસ્ત્યઋષયે નમઃ , શિરસિ । અનુષ્ટુપ્ છન્દસે નમઃ , મુખ...
ટિપ્પણીઓ