નકલી પ્રોફાઈલથી સાવધાન

Pixabay

Fake Profile

મિત્રો, હાલમાં જ મારા ધ્યાનમાં ફેસબુક પર બનેલી એક નકલી પ્રોફાઈલ આવી છે. જેની લીંક આ સાથે આપું છું.

https://www.facebook.com/vinati.jyotish.1

નોંધ લેશો ઉપરની પ્રોફાઈલ એ હું નથી. આવી કોઈપણ નકલી પ્રોફાઈલ આપના ધ્યાનમાં આવે તો તેમની સાથે જોડાવામાં ધ્યાન રાખશો.

Real Profile

મારી અસલી પ્રોફાઈલ ફેસબુક પર Vinati Davdaના નામથી છે. આ પ્રોફાઈલનો ઉપયોગ હું મારા અંગત પરિજનો અને નજીકનાં મિત્રો સાથે સંપર્કમાં રહેવાં માટે જ કરું છું. અંગત ઉપયોગ અર્થે બનાવેલી આ પ્રોફાઈલનો ઉપયોગ હું જ્યોતિષ હેતુ કરતી નથી. આ પ્રોફાઈલથી હું જ્યોતિષમાં રસ ધરાવતાં મિત્રો, અજાણ્યાંઓ અથવા જીવનમાં મને એકપણ વાર રૂબરૂ ન મળ્યાં હોય તેવાં લોકો સાથે જોડાવામાં કરતી નથી.

જ્યોતિષ હેતુ મે ફેસબુક પર એક ખાસ પેઈજ બનાવેલું છે. જે Vinati Davda - વૈદિક જ્યોતિષના નામથી છે. મારી તમામ જ્યોતિષ વિષયક પ્રવૃતિ હું ફક્ત આ પેઈજ પરથી કરું છું અને જ્યોતિષમાં રસ ધરાવતાં તમામ મિત્રો સાથે આ પેઈજ દ્વારા જ જોડાઉં છું. જો આપને પણ જ્યોતિષ લગતી પોસ્ટ ફેસબુક થકી મેળવવામાં રસ હોય તો આ પેઈજને લાઈક કે ફોલો કરી શકો છો. આ પેઈજ પરથી આપ મને મેસેજ મોકલીને મારો સંપર્ક પણ કરી શકો છો.

ફેસબુક ઉપરાંત હું યુટ્યુબ પર Vinati’s Astrologyના નામથી જ્યોતિષ સંબંધી ચેનલ ધરાવું છું.

Linkedin.com પર મારી Vinati Davdaના નામથી હાજરી છે. જ્યાં હું ખાસ સક્રિય નથી.

મારો સમાવેશ સોશિયલ મીડિયા પરત્વે અણગમો ધરાવતી વ્યક્તિઓમાં થાય છે! હું શક્ય હોય તેટલો સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કરું છું અને ફક્ત કામ હેતુ તેનો ઉપયોગ કરું છું. ફેસબુક ઉપર પણ હું નહિવત કહી શકાય એટલી કામ પૂરતી સક્રિય છું. ફેસબુક સિવાય અન્ય કોઈ સોશિયલ સાઈટ જેવી કે ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ વગેરે કે આ બ્લોગ સિવાય અન્ય કોઈ સાઈટ/જગ્યાએ હાલ મારું કોઈ એકાઉન્ટ કે હાજરી નથી. ભવિષ્યમાં કોઈ નવી જગ્યાએ હું એકાઉન્ટ ધરાવીશ તો આ જ જગ્યાએ એ માહિતી જરૂરથી અપડેટ કરીશ. આભાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર