ગ્રહોનો અસ્ત

જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી નજીક આવે ત્યારે સૂર્યના તેજને લીધે પોતાનું બળ ગુમાવી બેસે છે. તેને ગ્રહનો અસ્ત થયો કહેવાય છે. સામાન્ય રીતે સૂર્યથી આગળ કે પાછળ ૧૦ અંશનાં અંતરે આવતાં ગ્રહનો અસ્ત થાય છે. પ્રત્યેક ગ્રહનાં અસ્ત પામવાના ચોક્ક્સ અંશો નીચે મુજબ છે.

ચન્દ્ર - ૧૨ અંશ
મંગળ - ૧૭ અંશ
બુધ - ૧૪ અંશ; વક્રી હોય ત્યારે ૧૨ અંશ
ગુરુ- ૧૧ અંશ
શુક્ર - ૧૦ અંશ; વક્રી હોય ત્યારે ૮ અંશ
શનિ - ૧૫ અંશ

બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ ક્યારેય એકસાથે વક્રી અને અસ્ત થતાં નથી.

જ્યારે ગ્રહનો અસ્ત થાય છે ત્યારે ગ્રહ જે સ્થાનનો અધિપતિ હોય તે સ્થાનને લગતી બાબતો અને પોતાના કારકત્વને લગતી બાબતોનું ફળ આપવા માટે નિર્બળ બને છે. ગ્રહ જ્યારે અસ્ત પામે છે ત્યારે તેનાં કારકત્વને લગતી આંતરિક બાબતોને કોઈ હાનિ પહોંચતી નથી પરંતુ ફક્ત બાહય બાબતોને હાનિ પહોંચે છે. દા.ત. જ્યારે બુધનો અસ્ત થાય ત્યારે બુધ્ધિ અને વિશ્લેષણાત્મક શક્તિ કે જે આંતરીક બાબતો છે તેમાં વધારો થાય છે. પરંતુ બાહ્ય બાબત જેવી કે ચામડીને હાનિ પહોંચે છે. શુક્ર અસ્ત પામે ત્યારે સર્જનાત્મક શક્તિ અને કલા પ્રત્યેની રુચિમાં વધારો થાય છે પરંતુ લગ્નજીવનને હાનિ પહોંચે છે. મોટેભાગે અસ્ત થયેલાં શુક્રના જાતકોના લગ્ન મોડાં થાય છે અથવા લગ્નજીવનનાં સુખમાં ઉણપ રહે છે.

બુધ એ સૂર્યથી સૌથી નજીક રહેલો ગ્રહ હોવાથી અસ્ત થવાની ઘટના પ્રત્યે ઓછો સંવેદનશીલ છે. જ્યારે શનિ એ સૂર્યથી સૌથી દૂર રહેલો ગ્રહ હોવાથી અસ્ત થવાની ઘટના પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ છે.

સમગ્ર કુંડળીનું વિશ્લેષણ કરતી વખતે ગ્રહનાં અસ્ત હોવાને ફક્ત એક પરિબળ તરીકે ગણવું જોઈએ. અન્ય પરિબળો જેવા કે અસ્તના ગ્રહ પર અન્ય ગ્રહની દ્રષ્ટિ અથવા અસ્તના ગ્રહનો રાજયોગ કે અન્ય યોગમાં સમાવેશને લીધે અસ્તના ગ્રહની ફળ આપવાની શક્તિમાં ફેરફાર થઈ શકે છે.

ટિપ્પણીઓ

girish janardan એ કહ્યું…
rd to find. by the way what is vargottam i n astrology? girish janardan. email girishsahay@live.com.siosen
Vinati Davda એ કહ્યું…
ગ્રહ જન્મકુંડળીમાં જે રાશિમાં રહેલો હોય તે જ રાશિમાં નવમાંશ કુંડળીમાં પણ રહેલો હોય ત્યારે તે ગ્રહ વર્ગોત્તમી થયો ગણાય છે. આ વિષે વધુ ચર્ચા આગળ ઉપર 'જ્યોતિષ શીખો' શ્રેણીમાં કરવામાં આવશે. બ્લોગની મુલાકાત લેતા રહેશો.
Unknown એ કહ્યું…
respected madam,
mari janmakundali ma rahu dhan rashi ma che to e nichbhang rajyog kahevay

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર