ગુરુનો મીન રાશિમાં પ્રવેશ

દેવોના ગુરુ અને જ્ઞાનનો ભંડાર એવાં શ્રી ગુરુ મહારાજ તા.૨.૫.૨૦૧૦ના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તા.૨૩.૭.૨૦૧૦થી ગુરુ વક્રી થશે અને તા.૧.૧૧.૨૦૧૦ના રોજ વક્ર ગતિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તા.૧૮.૧૧.૨૦૧૦થી ગુરુ માર્ગી થશે અને તા.૬.૧૨.૨૦૧૦ના રોજ ફરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તા.૮.૫.૨૦૧૧ સુધી મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે.

ગુરુનું મીન રાશિમાં થતું આ ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, જે-તે ભાવને અષ્ટકવર્ગમાં મળેલાં બિંદુઓ વગેરે પર સૂક્ષ્મ ફળનો આધાર રહેલો છે.

મેષ

ગુરુનું દ્વાદશ ભાવમાં ભ્રમણ - પરદેશની મુસાફરી, વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશગમન, નાણાકીય જાવકમાં વધારો, દાન-ધર્માદા અને ધાર્મિક કાર્યો જેવા શુભ હેતુઓ પાછળ નાણાકીય ખર્ચ, નવા જમીન-મકાન-વાહનની ખરીદી શક્ય, વતનની મુલાકાત, લોન પ્રાપ્તિમાં સફળતા, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્‍નતિ, પ્રગતિનાં માર્ગ આડે આવતા અવરોધો દૂર કરવામાં સફળતા.

વૃષભ

ગુરુનું એકાદશ ભાવમાં ભ્રમણ - ધનલાભ, નાણાકીય આવકમાં વધારો, ભાઈ-બહેનો તથા મિત્રોનો સાથ-સહકાર તેમજ તેમનાં થકી ધનલાભ, સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા, ગર્ભાવસ્થા અને સંતાન પ્રાપ્તિ માટે યોગ્ય સમય, પ્રણયસંબંધમાં અનુકૂળતા, અપરિણીતોના લગ્ન શક્ય, વ્યાવસાયિક ભાગીદારીમાં સાનુકૂળતા.

મિથુન

ગુરુનું દસમ ભાવમાં ભ્રમણ - નોકરીની પ્રાપ્તિ, નોકરી બદલવા માટે અનુકૂળ સમય, સહકર્મચારીઓનો સાથ-સહકાર, નવા વ્યાવસાયિક સાહસોમાં સફળતા, નાણાકીય આવકમાં વધારો, કૌટુંબિક સુખ-શાંતિ, કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો, નવા જમીન-મકાન-વાહનની ખરીદી, લોન મેળવવામાં સફળતા, શત્રુઓ પર વિજય, રોગોથી મુક્તિ.

કર્ક

ગુરુનું નવમ ભાવમાં ભ્રમણ - ભાગ્યવૃધ્ધિ, લાંબી મુસાફરીઓ, પરદેશની મુસાફરી, ધાર્મિક સ્થળોની યાત્રા, ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો, પિતા માટે લાભપ્રદ સમય, તંદુરસ્તીની પ્રાપ્તિ, શરીરમાં મેદવૃધ્ધિ શક્ય, નાના ભાઈ-બહેનો માટે પ્રગતિજનક સમય તથા તેમનો સાથ-સહકાર, સંદેશાવ્યવહાર-રચનાત્મક લખાણો-સંચાર માટે અનુકૂળ સમય, સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ, શેર-સટ્ટાથી લાભ, સંતાન જન્મ, સંતાનોની પ્રગતિ, પ્રણયસંબંધમાં સફળતા, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સાનુકૂળતા, ઉચ્ચ અભ્યાસ શક્ય.

સિંહ

ગુરુનું અષ્ટમ ભાવમાં ભ્રમણ - ગુપ્ત ધનલાભ, વારસાકીય ધનલાભ, જીવનસાથીથી ધનલાભ, સંતાન પ્રાપ્તિ માટે પ્રતિકૂળ સમય, સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી જરૂરી, નાણાકીય ખર્ચમાં વધારો, દાન-ધર્માદાઓ શક્ય, પરદેશથી લાભ, વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત જરૂરી, ગૂઢ અને આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો.

કન્યા

ગુરુનું સપ્તમ ભાવમાં ભ્રમણ - અપરિણીતોના લગ્ન, પરિણીતોના લગ્નજીવનમાં સુખ-સંવાદિતા, વ્યાવસાયિક ભાગીદારી માટે સાનુકૂળતા, ધનલાભ, ભાઈ-બહેનો અને મિત્રોનો સાથ-સહકાર, ઈચ્છાઓની પૂર્તિ, સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ, તંદુરસ્તીની પ્રાપ્તિ, જાહેર સામાજીક જીવનમાં પ્રતિષ્ઠામાં વધારો, માન-સન્માનમાં વૃધ્ધિ.

તુલા

ગુરુનું ષષ્ઠ ભાવમાં ભ્રમણ - વકીલ અને ડોક્ટર જાતકો માટે અનુકૂળ સમય, લોન પ્રાપ્ત થવામાં સફળતા, મોસાળપક્ષમાં માંગલિક પ્રસંગ, મોસાળપક્ષનો સાથ-સહકાર, આરોગ્યની વિશેષ કાળજી જરૂરી, નોકરીમાં પ્રમોશન શક્ય, પરદેશ સાથેનાં વ્યવસાયથી લાભ, દલીલો કરવાથી દૂર રહેવું, જીવનસાથી તથા અન્ય કૌટુંબિક સભ્યો સાથે તણાવની શક્યતા.

વૃશ્ચિક

ગુરુનું પંચમ ભાવમાં ભ્રમણ - સંતાન પ્રાપ્તિ, સંતાનો માટે પ્રગતિજનક સમય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા, પ્રણયસંબંધમાં સાનુકૂળતા, શેર-સટ્ટાથી લાભ, સર્જનાત્મક બાબતો માટે અનુકૂળ સમય, ભાગ્યની વૃધ્ધિ, ધાર્મિક વલણમાં વધારો, પિતાની પ્રગતિ, નાણાકીય આવકમાં વધારો, મોટાં ભાઈ-બહેનોની પ્રગતિ, મિત્રોની સંખ્યામાં વધારો, તંદુરસ્તીની પ્રાપ્તિ, શરીરમાં મેદવૃધ્ધિ શક્ય.

ધનુ

ગુરુનું ચતુર્થ ભાવમાં ભ્રમણ - નવા જમીન-મકાન-વાહનની ખરીદી, જૂના ઘરનું નવીનીકરણ, સુખ-સગવડનાં સાધનોની ખરીદી, ઘરની સુખ-શાંતિમાં વધારો, માનસિક શાંતિ, વતનની મુલાકાત શક્ય, જીવનસાથીથી ધનલાભ, આરોગ્યની કાળજી જરૂરી, નોકરી-વ્યવસાય ક્ષેત્રે અનુકૂળતા, નાણાકીય જાવકમાં વધારો.

મકર

ગુરુનું તૃતીય ભાવમાં ભ્રમણ - સાહસ અને પરાક્રમમાં વૃધ્ધિ, નાના ભાઈ-બહેનોનો સાથ-સહકાર તેમજ તેમનાં માટે પ્રગતિજનક સમય, સંચાર-સંદેશાવ્યવહાર-કરાર માટે લાભપ્રદ સમય, ટૂંકી તથા લાંબી મુસાફરીઓ, અપરિણીતોના લગ્ન શક્ય, નાણાકીય આવકમાં વધારો, ભાગ્ય વૃધ્ધિ, નોકરી-વ્યવસાય ક્ષેત્રે કઠોર પરિશ્રમ બાદ સફળતા.

કુંભ

ગુરુનું દ્વિતીય ભાવમાં ભ્રમણ - નાણાકીય આવક-સંપતિ-સમૃધ્ધિમાં વધારો, નવા અલંકારોની ખરીદી, કૌટુંબિક સુખ-શાંતિ-સંવાદિતા, કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો, શત્રુઓ પર વિજય, કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સફળતા, મોસાળપક્ષથી ધનલાભ તથા સાથ-સહકાર, નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ, નોકરી-વ્યવસાયમાં પ્રગતિ, ઉપરી અધિકારી તેમજ સહકાર્યકરોનો સાથ-સહકાર.

મીન

ગુરુનું પ્રથમ ભાવમાં ભ્રમણ - શરીરમાં મેદવૃધ્ધિ શક્ય, દેખાવ પ્રત્યે સભાનતા, યોગ-વ્યાયામ-ધ્યાનની શરૂઆત, નવી નોકરી-વ્યવસાયની પ્રાપ્તિ, સંતાન જન્મ, શેર-સટ્ટાથી લાભ, વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની રુચિમાં વધારો તેમજ અભ્યાસમાં પ્રગતિ, અપરિણીતોના લગ્ન શક્ય, પ્રેમલગ્નમાં સફળતા, ભાગ્યનો સાથ, ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધામાં વધારો, પિતા માટે લાભપ્રદ સમય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા