દ્રષ્ટિ

જ્યોતિષમાં દ્રષ્ટિ એટલે કે કોઈ ભાવ અથવા ગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કે એકાગ્ર કરવું. દ્રષ્ટિનાં ત્રણ પ્રકારો છે.

૧. રાશિ દ્રષ્ટિ
૨. ગ્રહ દ્રષ્ટિ
૩. સ્ફૂટ દ્રષ્ટિ

અત્યારે આપણે અહીં માત્ર ગ્રહ દ્રષ્ટિ વિશે ચર્ચા કરીશું. ગ્રહ દ્રષ્ટિ એટલે કે ગ્રહો દ્વારા કરાતી દ્રષ્ટિ. ગ્રહો પોતાની દ્રષ્ટિ દ્વારા ભાવને અને ભાવમાં રહેલાં ગ્રહોને પ્રભાવિત કરે છે. ગ્રહની દ્રષ્ટિ એ ગ્રહની જે-તે ભાવ સંબંધિત બાબતોમાં રહેલી ઈચ્છા કે રુચિનો સંકેત કરે છે. દરેક ગ્રહો પોતે જે સ્થાન સ્થિત હોય ત્યાંથી સપ્તમ ભાવમાં અને સપ્તમ ભાવમાં રહેલાં ગ્રહોમાં રુચિ ધરાવે છે. એટલે કે દરેક ગ્રહ પોતે જે સ્થાન સ્થિત હોય ત્યાંથી સપ્તમ ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. આ ઉપરાંત બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિને વધારાની દ્રષ્ટિ આપવામાં આવી છે. મંગળ પોતાના સ્થાનથી ૪ અને ૮, ગુરુ ૫ અને ૯ અને શનિ ૩ અને ૧૦ સ્થાનો પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે.

રાહુ-કેતુ અન્ય ગ્રહોની માફક ભૌતિક અસ્તિત્વ ધરાવતાં ન હોવાથી તેમને કોઈ દ્રષ્ટિ આપવામાં આવી નથી. અન્ય મત મુજબ કેતુ દ્રષ્ટિહીન છે. પરંતુ રાહુ પોતાનાં સ્થાનથી ૧૨, ૫, ૭ અને ૯માં સ્થાન પર દ્રષ્ટિ કરે છે. રાહુ હંમેશા વક્રી ગતિથી ચાલનારો ગ્રહ હોવાથી રાહુની દ્રષ્ટિ અન્ય ગ્રહોથી ઉલટી દિશામાં ગણવામાં આવે છે. એટલે કે અન્ય ગ્રહો માટે બીજું સ્થાન એ રાહુ માટે બારમું સ્થાન ગણાશે.

પૂર્ણ દ્રષ્ટિ(૧૦૦%) ઉપરાંત પ્રત્યેક ગ્રહ પોતાના સ્થાનથી ચતુર્થ અને અષ્ટમ સ્થાનને ત્રિપાદ દ્રષ્ટિથી(૭૫%); પંચમ અને નવમ સ્થાનને દ્વિપાદ દ્રષ્ટિથી(૫૦%) અને તૃતીય અને દસમ સ્થાનને એકપાદ દ્રષ્ટિથી(૨૫%) જુએ છે અને પાદ દ્રષ્ટિ અનુસાર ફળ આપે છે.

ભારતીય જ્યોતિષ મુજબ ગ્રહો સંપૂર્ણ રાશિને અને તે રાશિમાં રહેલાં ગ્રહો પર દ્રષ્ટિ કરે છે. ગુરુ એ સૌથી શુભ ગ્રહ છે અને ગુરુની દ્રષ્ટિ પૂર્વ પુણ્યનો નિર્દેશ કરે છે. ગુરુ જે પણ ભાવ પર દ્રષ્ટિ કરે છે તે ભાવને લગતી બાબતોને વિસ્તારે છે, સમૃધ્ધ કરે છે, વૃધ્ધિ કરે છે. શનિ એ પાપ અને મંદ ગ્રહ છે. જે પણ ભાવ પર દ્રષ્ટિ કરે છે તે ભાવને લગતી બાબતોને મંદ કરી દે છે, નિયંત્રિત કરે છે, ક્ષય કરે છે.

ટિપ્પણીઓ

Aalap kadiya એ કહ્યું…
મારી મિથુન લગ્ન ની કુંડળી માં બીજા સ્થાન માં કર્ક રાશી માં ૧૯ અંશ ના ગુરુ અને ૪ અંશ ના સુર્ય ની યુતિ છે.,અને આઠમે મકર રાશી માં શનિ સ્વગ્રુહિ છે અને આ બે ગ્રહો પરસ્પર એક બીજા પર દ્રષ્ટિ કરે છેં આ સંજોગો માં મારે મારા માટે શુ ફળાદેશ આ દ્રષ્ટિ ના અનુસંધાન માં શુ સમજવુ?

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા