કન્યા રાશિમાં શનિ સાથે મંગળનું જોડાણ

આજે સવારે એટલે કે તા.૨૦.૭.૨૦૧૦ના રોજ ૬.૨૬ કલાકે મંગળે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિ પહેલેથી જ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સાથે કન્યા રાશિમાં શનિ અને મંગળની યુતિ રચાઈ છે. મંગળ કન્યા રાશિમાં તા.૬.૯.૨૦૧૦ સુધી ભ્રમણ કરશે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શનિ-મંગળની આ યુતિ રાજનૈતિક અસ્થિરતા, દુર્ઘટનાઓ, અકસ્માત, આતંકવાદ, બોમ્બ વિસ્ફોટ, પૂર-ભૂકંપ જેવી કુદરતી આફતો સર્જી શકે છે.

મંગળ એ ઉષ્ણ ગ્રહ છે અને શનિ શીત ગ્રહ છે. મંગળ એ શક્તિ, સાહસ, પરાક્રમ, આક્રમકતા, ક્રોધ, ઉશ્કેરાટ, તકરાર અને ઉતાવળાપણાનો કારક ગ્રહ છે. તેનાથી વિરુધ્ધ શનિ સંયમ, ધીરજ, અવરોધ, યાતના, સંઘર્ષ અને વિલંબનો કારક ગ્રહ છે. જ્યારે પરસ્પર વિરોધી પ્રકૄતિના આ બે પાપગ્રહો યુતિ કરે છે ત્યારે દરેક કાર્યોમાં એક પ્રકારની સ્થગતિતા અને અનિર્ણયાત્મકતાની સ્થિતિ સર્જાય છે. ક્રોધ અને કઠોર પરિશ્રમ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. અકસ્માત, લડાઈ-ઝઘડા, વાદવિવાદ થવાની સંભાવના વધે છે. કન્યા રાશિ, કન્યા લગ્ન અને કન્યાનો સૂર્ય ધરાવનાર જાતકોને આ યુતિ વધુ અસર કરશે.

મેષ - શત્રુઓ પર વિજય, સ્વાસ્થ્યની કાળજી લેવી.

વૃષભ - વિદ્યાભ્યાસમાં પ્રગતિ, સંતાનને કષ્ટ

મિથુન - ગૃહ ક્લેશ, હ્રદય સંબંધી બિમારી, માનસિક અશાંતિ

કર્ક - પરાક્રમમાં વૃધ્ધિ, ભાઈ-બહેનોને કષ્ટ

સિંહ - નાણાકીય ખર્ચ, કૌટુંબિક અશાંતિ

કન્યા - આકસ્મિક દુર્ઘટના, વાદવિવાદ

તુલા - અણધાર્યો નાણાકીય ખર્ચ, વ્યર્થ ભ્રમણ, નેત્રવિકાર

વૃશ્ચિક - જમીન સંબંધી લાભ, ઈચ્છાઓની પૂર્તિ

ધનુ - નોકરી-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ

મકર - વ્યર્થ યાત્રા, પિતાને કષ્ટ

કુંભ - સ્વાસ્થ્યની તકેદારી અત્યંત જરૂરી

મીન - ભાગીદાર સાથે વિવાદ, જીવનસાથીને કષ્ટ

ટિપ્પણીઓ

Himanshu Acharya એ કહ્યું…
સરજી,

મારે જનમ કુંડલી માં ૬ થા ભાવ માં શાની-મંગલ કન્યા રાશી ના જ છે, જનમ લગ્ન વ્વૃષભ છે અને રાશી કર્ક છે , તો આ તાઇમ મારો કેવો જશે તે જણાવશો તો આપનો આભાર.

date: 30/04/82
place: dakor, gujarat
time: 7:22 AM

Thanks,
Himanshu
Vinati Davda એ કહ્યું…
આપ નીચે આપેલ link પર જઈને વ્યક્તિગત માર્ગદર્શન મેળવી શકશો.

http://vedicastrology-gujarati.blogspot.com/p/blog-page_28.html

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર