શુક્રદેવ, વિવાહ અને મા લક્ષ્મીજીની કૃપા

શુક્ર એ ભૌતિક સુખ-સુવિધાનો અને સુંદરતાનો કારક ગ્રહ છે. શુક્રદેવ અને મા લક્ષ્મીજી ક્યારેય ગંદકીમાં વાસ કરતાં નથી. એટલે જો એમની કૃપા પામવી હોય તો આસપાસનું વાતાવરણ શુદ્ધ રાખવું. ઘરની સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. નિત્ય સ્નાન કરીને સાફ-સુથરા અને સુંદર વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. સફાઈ અને સુંદરતાના ઉચ્ચત્તમ ધોરણો જાળવી રાખવાં જોઈએ. જ્યારે પણ શુક્રનો સંબંધ જન્મલગ્ન સાથે થતો હોય ત્યારે વ્યક્તિ સુંદર વસ્ત્રો-આભૂષણો ધારણ કરનારી હોય છે. શુક્ર નિર્બળ હોય ત્યારે વ્યક્તિનો દેખાવ અને વસ્ત્રો અનાકર્ષક હોઈ શકે છે. આપણે જ્યારે સ્વચ્છ-સુંદર વસ્ત્રો-આભૂષણો ધારણ કરીએ છીએ, સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કુંડળીમાંના શુક્રને બળ પ્રદાન કરીએ છીએ. શુક્ર એ લગ્નનો કારક ગ્રહ છે. જે યુવતીઓના વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તેણે વિશેષરૂપથી સુંદર વસ્ત્રો, આભૂષણો ધારણ કરી નિત્ય શૃગાંર કરવો જોઈએ. આમ કરવાથી શુક્રને બળ મળે છે અને વિવાહ જલ્દી થવાની સંભાવના બને છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર