ચંદ્ર અને એકલતા

ચંદ્રનું એક નામ છે વિધુ’. વિધુ એટલે કે એકલો, એકાંત. પુરાણો અનુસાર ચંદ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રોનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સાથે વિવાહ કર્યા હતાં. ૨૭ પત્નીઓ હોવા છતાં ચંદ્ર શાં માટે અને ક્યારે વિધુ એટલે કે એકલો કહેવાયો? જન્મકુંડળીમાં ચંદ્ર જ્યારે પાપગ્રહોથી દૂષિત કે પીડિત હોય ત્યારે જાતક એકલાંપણું અનુભવે છે. આ ઉપરાંત જ્યારે ચંદ્રની સાથે તેમજ ચંદ્રથી દ્વિતીય અને દ્વાદશભાવમાં કોઈ ગ્રહ ન હોય એટલે કે કેમદ્રુમયોગ થયેલો હોય ત્યારે પણ જાતક એકલતાનો અનુભવ કરે છે. આવાં જાતકોને સમાજ, મિત્રો, સગા-સંબંધીઓ વગેરેના સાથ-સહકાર કે મદદની ઉણપ સાલે છે અને પોતે એકલાં  પડી ગયાની ભાવના અનુભવે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા