મકર સંક્રાંતિ - સ્વીકારની પ્રેરણા

સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંકાંતિ કહે છે. વર્ષ ૨૦૨૪માં સૂર્યએ જાન્યુઆરી ૧૫, ૨૦૨૪ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે.  મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ એ સૂર્યનો પુત્ર છે, પરંતુ પિતા-પુત્રને એકબીજાં સાથે શત્રુતા છે. મકર સંક્રાંતિએ સૂર્ય પોતાનાં શત્રુરૂપી પુત્રના ઘરમાં પ્રવેશ કરે છે અને પૂરાં એક મહિના સુધી રહે છે. આ દરમિયાન શનિ પોતાના પિતાની સેવા કરે છે. આ ઘટના એક રીતે કઠિન સંબંધના સ્વીકારની પ્રતીક છે. ઘણીવાર અસહ્ય પરિસ્થિતિમાં પણ સંબંધને જાળવવો પડતો હોય છે. મકર સંક્રાંતિ આપણને અસહ્ય વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની અને તેને સહન કરવાની પ્રેરણા આપે છે. આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ !!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા