ગ્રહો અને વિદ્યાભ્યાસ

विद्या ददाति विनयं विनयाद् याति पात्रताम्
पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम्  

વિદ્યા વિનય આપે છે, વિનયથી પાત્રતા પ્રાપ્ત થાય છે, પાત્રતાથી ધન પ્રાપ્ત થાય છે, ધનથી ધર્મની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે.

જન્મકુંડળીમાં ચતુર્થસ્થાન વિદ્યાભ્યાસ અને પંચમસ્થાન બુદ્ધિનો નિર્દેશ કરે છે. વિદ્યાભ્યાસ અને બુદ્ધિમત્તાને નજીકનો સંબંધ છે. આથી વિદ્યાભ્યાસનુ આકલન કરવા માટે ચતુર્થ અને પંચમસ્થાન અગત્યના બની રહે છે. આ ઉપરાંત નવમસ્થાન ઉચ્ચ અભ્યાસનો નિર્દેશ કરે છે. કુંડળીમાં દ્વિતીયસ્થાન વાણી અને મા સરસ્વતીનું છે. આથી અભ્યાસ અને જ્ઞાનની પ્રાપ્તિ અર્થે દ્વિતીયસ્થાન પણ અગત્યનું બની રહે છે. આમ વિદ્યાભ્યાસનો વિચાર કરવા માટે દ્વિતીય, ચતુર્થ, પંચમ અને નવમ ભાવને ધ્યાનમાં લેવા આવશ્યક છે. આ સ્થાનોના અધિપતિઓ તેમજ આ સ્થાનોમાં રહેલા ગ્રહોને લક્ષમાં લેવાના રહે છે.

નવેય ગ્રહોમાં ગુરુને વિદ્યાનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. બુધને બુદ્ધિનો કારક ગ્રહ ગણવામાં આવે છે. વિદ્યાભ્યાસમાં પ્રગતિ માટે ગુરુ અને બુધનુ બળ આવશ્યક છે. ક્યાં ગ્રહો ક્યાં પ્રવાહ કે ક્ષેત્રમાં અભ્યાસ કરાવી શકે તે નીચે મુજબ છે.

સૂર્ય: અગ્નિતત્વ રાશિઓ મેષ, સિંહ કે ધનુમાં રહેલો સૂર્ય સાહિત્ય અને કાયદાના વિષયોમાં સફળતા અપાવે છે. સરકારી ખાતાકીય પરીક્ષાઓમાં સફળતા મળે છે. વાયુ તત્વની રાશિઓ મિથુન, તુલા કે કુંભમાં રહેલો સૂર્ય બૌદ્ધિક વિષયોમાં સફળતા અપાવે છે. જળતત્વની રાશિઓ કર્ક, વૃશ્ચિક કે મીનમાં રહેલો સૂર્ય વિજ્ઞાન તેમજ સંશોધન કે ગણિત સાથે સંકળાયેલ વિષયોનો નિર્દેશ કરે છે. સામાન્ય રીતે સૂર્ય પોલિટિકલ સાયન્સ, આંકડાશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્ર, ભૌતિકવિજ્ઞાન, આયુર્વેદ, તબીબી વિજ્ઞાન જેવા વિષયોમાં સફળતા આપનાર બને છે. ગીતા અને વેદોના અભ્યાસમાં રુચિ આપે છે. સૂર્ય તાલની સમજ આપે છે. આથી સંગીતનો કે સંગીત વાદ્ય વગાડતા શીખવાનો અભ્યાસ થઈ શકે છે.

ચન્દ્ર: ફાઈન આર્ટસ, સંગીત, નૃત્ય, લેખન, શાસ્ત્રીય વિષયો, માનસશાસ્ત્ર, ગૃહવિજ્ઞાન, પેરામેડીકલ, રસાયણશાસ્ત્ર, જીવરસાયણશાસ્ત્ર, ફાર્મસી, પર્યાવરણશાસ્ત્ર, મરીન એન્જીનીયરીંગ, આહારને લગતો અભ્યાસ.

મંગળ: એન્જીનીયરીંગ, સર્જરી, ટેકનીકલ વિષયો, કોમ્પ્યુટર હાર્ડવેર, ફોજદારી કાયદો, તર્કશાસ્ત્ર, વિજ્ઞાન, મિકેનિકલ એન્જીનીયરીંગ, ફોરેન્સિક સાયન્સ, સિવિલ લાઈન, ધાતુવિદ્યા

બુધ: જ્યોતિષ, સાહિત્ય, લેખન, પત્રકારત્વ, પબ્લિક રીલેશન, એકાઉન્ટન્સી, વાણિજ્ય, કોમ્પ્યુટર, લાયબ્રેરી સાયન્સ, સ્ટેનોગ્રાફી

ગુરુ: ઈતિહાસ, સંસ્કૃત, વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ, મેનેજમેન્ટ, કોમર્સ, ફાયનાન્સ બેન્કિંગ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, માનસશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પશુ ચિકિત્સા, બાયોટેકનોલોજી, કાયદો

શુક્ર: ફાઈન આર્ટસ, સંગીત, નૃત્ય, ચિત્રકળા, નાટ્યકળા, વાર્તાલેખન, ઈન્ટીરીઅર ડેકોરેશન, સમાજશાસ્ત્ર, ગૃહવિજ્ઞાન, હોટેલ મેનેજમેન્ટ, ફેશન ડીઝાઈનીંગ, આર્કિટેક્ચર, ટુરીઝમ, બોટનિ, હોર્ટિકલ્ચર, કૃષિવિજ્ઞાન, કોમ્પ્યુટર ગ્રાફિક્સ અને એનિમેશન

શનિ: ઇતિહાસ, પ્રાચીન વિદ્યા, પુરાતત્વવિદ્યા, મિકેનિકલ વર્ક, ભૂસ્તરશાસ્ત્ર, એન્જીનીયરીંગ, કૃષિવિદ્યા, યંત્રવિદ્યા, રસાયણશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, કોમ્પ્યુટર હાર્ડવેર

રાહુ: સંશોધન કાર્ય, માનસશાસ્ત્ર, ફોટોગ્રાફી, ચિત્રકળા, એરોનોટિકલ એન્જીનીયરીંગ, પાયલોટ, એર હોસ્ટેસ, પર્યાવરણવિજ્ઞાન

કેતુ: ભાષાઓ, કોમ્પ્યુટર લેંગ્વિજ, પ્રોગ્રામિંગ, વિચિત્ર, અનોખા કે ગૂઢ વિષયો, હવામાનશાસ્ત્ર, માઈક્રોબાયોલોજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા